બરસાનાના રંગોત્સવમાં ભાગ લેતા યોગીએ કહ્યું, અયોધ્યા, કાશી પછી હવે કાયાપલટ થશે મથુરાની….

મથુરા: બરસાના ખાતે આયોજિત હોળી મહોત્સવમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જોડાયા હતા. રંગોત્સવનાં કાર્યક્રમનાં પ્રારંભની સાથે મુખ્ય પ્રધાન યોગીએ હોળી રમી હતી. આ દરમિયાન CM યોગીએ મથુરાનાં કાયાકલ્પની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યાનો કાયાકલ્પ થયો, કાશીનો કાયાકલ્પ થયો, પ્રયાગરાજ તીર્થોનો રાજા બની ગયો, હવે મથુરાનો વિકાસ થશે. તેમણે કહ્યું આ વખતે બજેટમાં વિશેષ ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: સીએમ યોગીએ કહ્યું Mahakumbh એ આસ્થાને આર્થિક પ્રગતિ સાથે જોડી, અયોધ્યા અને કાશી બંનેને ફાયદો
રંગોત્સવ 2025નો શુભારંભ
યોગી આદિત્યનાથે બરસાના ખાતે આયોજિત “રંગોત્સવ 2025″નો શુભારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે હોળીની શુભેચ્છા પાઠવી હતી અને તેમણે રાધા રાનીનાં ચરણોમાં નમન કરવા બરસાના આવ્યો છું. કારણ કે આથી સારો કોઇ અવસર નહિ હોય. આપણી વ્રજભૂમિ સનાતન ધર્મની અગાધ આસ્થાની ભૂમિ છે અને આ અમારું સૌભાગ્ય છે કે બાબા વિશ્વનાથનું ધામ કાશી, મર્યાદા પુરુષોતમ રામની પવિત્ર જન્મભૂમિ અયોધ્યા અને લીલાધારી કૃષ્ણની જન્મભૂમિ અને લીલાભુમી મથુરા, વૃંદાવન અને બરસાના ઉત્તર પ્રદેશમાં છે.
હવે મથુરા અને બ્રજભૂમિના વિકાસનો સમય
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન મથુરાના બરસાનામાં ‘રંગોત્સવ 2025’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે કાશી અને અયોધ્યાના કાયાકલ્પ પછી, હવે મથુરા અને બ્રજભૂમિના વિકાસનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું આ વખતે બજેટમાં વિશેષ ફાળવણી કરવામાં આવી છે. તમે માત્ર આશીર્વાદ આપો, પૈસાની ઘટ નહીં આવે.
દરેક કણમાં શ્રીકૃષ્ણ
બરસાનામાં આયોજિત કાર્યક્રમમાં, મુખ્ય પ્રધાને શ્રી લાડલી જી મહારાજ મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી અને ફૂલો અને લાડુમાર હોળીથી રંગોત્સવની શરૂઆત કરી હતી. મુખ્યપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, 5 હજાર વર્ષથી ભારતની સનાતન સંસ્કૃતિને ઉર્જા આપતી આ બ્રજ ભૂમિ ભક્તિ અને શ્રદ્ધાની ભૂમિ છે. તેના દરેક કણમાં શ્રી રાધા અને શ્રી કૃષ્ણ દેખાય છે.