સીએમ યોગીએ કહ્યું Mahakumbh એ આસ્થાને આર્થિક પ્રગતિ સાથે જોડી, અયોધ્યા અને કાશી બંનેને ફાયદો

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના(Mahakumbh 2025)સફળ આયોજન અને વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપી છે. સીએમ યોગીએ કહ્યું કે મહાકુંભે આસ્થાને આર્થિક વિકાસ સાથે જોડી છે. અયોધ્યા અને કાશી બંનેને મહાકુંભથી ફાયદો થયો છે. આ ઉપરાંત સીએમ યોગીએ વિપક્ષી નેતાઓ પર પણ પ્રહારો કર્યા હતા.
મહાકુંભ વિશ્વને કાર્યક્રમનું આયોજન કરવાની ક્ષમતા બતાવવામાં સફળ રહ્યો
પ્રયાગરાજ મહાકુંભ અંગે વિપક્ષના નિવેદનો પર કટાક્ષ કરતા સીએમ યોગીએ કહ્યું, મહાકુંભ વિશ્વને આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવાનીક્ષમતા બતાવવામાં સફળ રહ્યો છે. તમે જે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો તે દેશના લોકોના વિશ્વાસને અસર કરી શક્યો નહીં. દેશમાં કોઈને તમારી વાત પર વિશ્વાસ નથી કર્યો. ટૂંક સમયમાં જનતા તમારી વાત સાંભળવાનું બંધ કરી દેશે. સંભલમાં આપણે જે કરી રહ્યા છીએ તે પણ શ્રદ્ધાને કારણે છે.
આપણ વાંચો: ‘વિપક્ષ બાળકોને કઠ્ઠમુલ્લા અને મૌલવી બનાવવા ઈચ્છે છે’ યોગી આદિત્યનાથે વિધાનસભામાં આવું કેમ કહ્યું?
સીએમ યોગીએ પણ વિપક્ષ પર પ્રહાર કર્યા
સીએમ યોગીએ કહ્યું કે વિપક્ષે મહાકુંભ અંગે નકારાત્મક માહિતી ફેલાવી હતી. વિપક્ષના લોકો વોટ બેંક જુએ છે, અમે શ્રદ્ધા જોઈએ છીએ. સીએમ યોગીએ મહાકુંભમાં ન જવા બદલ શિવપાલ યાદવ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે શિવપાલજીએ પુણ્ય પ્રાપ્ત કરવાની તક ગુમાવી દીધી.’
બજેટમાં ખેડૂતો અને યુવાનો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું
આપણ વાંચો: મહાકુંભમાં અમૃત સ્નાન પહેલા CM યોગી આદિત્યનાથે આપ્યા કડક નિર્દેશ
આ ઉપરાંત સીએમ યોગીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા વિધાનસભામાં જણાવ્યું કે, આ વર્ષના બજેટમાં ખેડૂતો અને યુવાનો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. અમે એવા લક્ષ્યો નક્કી કર્યા છે જે પાંચ વર્ષમાં પ્રાપ્ત કરી શકાય.
બજેટનો ઉદ્દેશ્ય કલ્યાણકારી આર્થિક વિકાસને વેગ આપવાનો
સીએમ યોગીએ કહ્યું, ‘આ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામા આવ્યો છે. સીએમ યોગીએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય ગરીબોની સ્થિતિ સુધારવાનો છે. બજેટનો ઉદ્દેશ્ય કલ્યાણકારી આર્થિક વિકાસને વેગ આપવાનો છે.