નેશનલ

રેખા ગુપ્તાએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું, કોના માટે કરી વિશેષ જાહેરાત?

દિલ્હીઃ દિલ્હીમાં લાંબા વનવાસ બાદ ભાજપે આમ આદમી પાર્ટીને હરાવીને પોતાની સરકાર બનાવી છે. ત્યારે આજે મંગળવારે દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા સરકારે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરી રહ્યા છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા 27 વર્ષમાં રજૂ કરાયેલું આ પહેલું બજેટ છે. આ બજેટમાં મહિલાઓ, ખેડૂતો, યમુનાની સફાઈને પણ ખાસ ધ્યાન પ્રાધાન્યા આપવામાં આવ્યું છે. ભાજપા સરકાર દિલ્હીમાં પાણીની સમસ્યાને ધ્યાને રાખતા પાણી માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. તો ચાલો જોઈએ રેખા ગુપ્તા સરકારે બજેટ માટે કેટલા કરોડની ફાળવ્યાં…

બજેટમાં જળ સંસ્થાઓ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ

દિલ્હી સરકારે પાણી માટે 9,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત પાણી માટે નવા બોરવેલ પણ લગાવવામાં આવશે. જળ સંસ્થાઓ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વરસાદી પાણીના સંગ્રહ માટે રૂપિયા 50 કરોડ અને કટોકટીના પાણીના સંગ્રહ માટે રૂપિયા 150 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગટર પ્લાન્ટના સમારકામ અને વિકાસ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નજફગઢ ડ્રેઇન માટે રૂપિયા 200 કરોડ ફાળવવામાં આવ્યા છે.

દિલ્હીના કુટીર ઉદ્યોગો માટે એક નીતિ અમલમાં મુકવામાં આવશે

દિલ્હીમાં રેખા ગુપ્તાની સરકારે ગટર સમસ્યાના ઉકેલ માટે અભિપ્રાય લેવા માટે 10 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું. પાણીની ચોરી અટકાવવા માટે નવી સિસ્ટમ સ્થાપિત કરવા માટે 150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ સાથે સાથે દિલ્હીના કુટીર ઉદ્યોગો માટે એક નીતિ અમલમાં મુકવામાં આવશે. આના માટે રૂપિયા 50 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:લંડનમાં સાડી અને ચપ્પલમાં મમતા બેનર્જીએ કર્યું જોગિંગ, જુઓ વીડિયો…

અટલ કેન્ટીન માટે રૂપિયા 100 કરોડની જાહેરાત

બજેટની વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભાજપ સરકારે રાજધાનીમાં 100 સ્થળોએ અટલ કેન્ટીન ખોલવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં પરંતુ અટલ કેન્ટીન માટે રૂપિયા 100 કરોડની જાહેરાત કરી છે. અટલ કેન્ટીનમાં લોકોને માત્ર 5 રૂપિયામાં ખાવાનું મળી રહેશે. ભાજપા સરકારે રજૂ કરેલા બજેટમાં દિલ્હીમાં ઝૂંપડપટ્ટીના વિકાસ પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે. રેખા ગુપ્તા સરકારે ઝુંપડપટ્ટીનો વિકાર કરવા માટે DUSIB ને 696 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણ માટે ₹20 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:દેશમાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાથી Supreme Court ચિંતિત, રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરાઇ

મહિલાઓની સુરક્ષા માટે દિલ્હીમાં 50,000 સીસીટીવી કેમેરા લાગશે

દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાને મજબૂત કરવા માટે 50,000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સાથે સાથે દિલ્હીમાં રસ્તાઓ સુધારવા માટે 3,800 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. દિલ્હીની ભાજપ સરકારે મહિલા સમૃદ્ધિ યોજના માટે 5100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ સાથે માતૃત્વ યોજના માટે 210 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનામાં ગર્ભવતી મહિલાઓને 21000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button