ઉત્તરાખંડના આલ્મોડા ખાતે થયેલા ભીષણ માર્ગ અકસ્માત અંગે કડક વલણ અપનાવતા રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પૌડી અને અલમોડાના સંબંધિત વિસ્તારના ARTO અમલીકરણને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. કુમાઉ ડિવિઝનના કમિશનરને આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયાની પુષ્ટિ થઇ છે. દુર્ઘટના સમયે બસમાં 45થી વધુ લોકો સવાર હતા, એમ જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. માર્ગ અકસ્માત અંગે માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ પણ અલ્મોરા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને નૈનીતાલ પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે.
સીએમ પુષ્કર ધામીએ આદુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કુમાઉના ડિવિઝનલ કમિશનર દીપક કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે. આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘાયલ લોકોને રામનગર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ગંભીરપણે ઘાયલ ત્રણ લોકોને સારવાર માટે એઈમ્સમાં મોકલવામાં આવ્યા છે.
Also Read – ઉત્તરાખંડના અલ્મોડામાં ભીષણ માર્ગ અકસ્માત, બસ ખાઇમાં પડી, 22ના મોત, અનેક ઘાયલ
એઈમ્સના ડોક્ટરોની ટીમને પીડિતોની તપાસ માટે રામનગર પણ બોલાવવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ આ બસ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે.