
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ને જામીન આપ્યા બાદ દિલ્હીના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસમાં મુખ્ય પ્રધાન પરથી રાજીનામું આપી દેશે, ત્યાર બાદ નવ મુખ્ય પ્રધાનના નામ અંગે વિવિધ અટકળો વહેતી થઇ છે. એવામાં દિલ્હીના નવા મુખ્ય પ્રધાન જાહેરાતને અંગે એક નવું અપડેટ મળ્યું છે. સવારે 11.30 વાગ્યે વિધાનસભ્ય દળની બેઠક બાદ બપોરે 12.00 વાગ્યા સુધીમાં નવા મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો : Kejriwal CM પદેથી રાજીનામું આપે તેવી શક્યતાઃ L-G પાસે માંગ્યો ટાઈમ
અરવિંદ કેજરીવાલ સાંજે 4.30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે કેજરીવાલ જેમાં હતા ત્યારે ભાજપે અનેક વખત માંગ કરી હોવા છતાં અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું ન હતું, જેલ માંથી છુટ્યા બાદ તેમણે રાજીનામાં અંગે જાહેરાત કરી હતી. AAP સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ ભાજપનો ઈરાદો દિલ્હીમાં સત્તા પલટી નાખવાનો હતો. હેમંત સોરેનના રાજીનામા બાદ ઝારખંડમાં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો તે દિલ્હીમાં આ પ્રયોગમાં સફળ થયો હોત તો તેણે મમતા બેનર્જી, એમ કે સ્ટાલિન અને ભગવંત માન સાથે પણ આવું જ કર્યું હોત. આવું ન થવું જોઈએ અને લોકશાહી બચાવી શકાય, એટલા માટે અરવિંદ કેજરીવાલે જેલમાંથી રાજીનામું આપ્યું ન હતું.
નવા મુખ્ય પ્રધાનની જાહેરાત પહેલા જ ભાજપે AAP અને કેજરીવાલ પર પ્રહાર શરુ કરી દીધા છે. દિલ્હી બીજેપી નેતા હરીશ ખુરાનાએ નિવેદન આપતા કહ્યું કે, “આજે આમ આદમી પાર્ટી દિલ્હીને ડમી સીએમ આપવા જઈ રહી છે. ચહેરો કોઈ બીજો હશે, પરંતુ સીએમ અરવિંદ કેજરીવાલ રહેશે. લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જવાબ મળી ગયો છે, દિલ્હીના લોકો તમને જીતાડવાના નથી.”
કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અણ્ણા હજારેએ કહ્યું હતું કે તેમણે અરવિંદ કેજરીવાલને રાજકારણમાં ન જવા માટે કહ્યું હતું. સમાજની સેવા કરવામાં વધુ સુખ છે.