નેશનલ

જામા મસ્જિદમાં નમાજ દરમિયાન અથડામણ, શિયા અને સુન્ની મુસ્લિમો આવ્યાં સામસામે

અમરોહા: ઉત્તર પ્રદેશના અમરોહામાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે મારામારી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જામા મસ્જિદમાં રમઝાનના ત્રીજા શુક્રવારની નમાજ દરમિયાન શિયા અને સુન્ની પક્ષો સામસામે આવી ગયાં હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો પ્રમાણે સુન્ની પક્ષના વૃદ્ધે શિયા સમુદાય પર હત્યાના ઈરાદાથી મસ્જિદમાં તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ તેણે જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવાનું પણ કહ્યું છે.

શિયા સમુદાય પર હત્યાના ઈરાદાથી હુમલો કરવાનો આરોપ

અત્યારે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. પરંતુ આ દરમિયાન ઉત્તર પ્રદેશના અમરોહામાં હિંસા થઈ છે. રમઝાનના ત્રીજા શુક્રવારે અમરોહા જિલ્લાના સૈંદંગલી શહેરમાં આવેલી જામા મસ્જિદમાં નમાજ દરમિયાન બન્ને પક્ષે અથડામણ થયાનું પ્રકાશમાં આવ્યું છે. આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ સામે આવશે કે આખરે શા માટે બન્ને પક્ષે મારામારી થઈ હતી?

જે લોકો બચાવવા માટે ગયા તેમને પણ માર માર્યાનો આરોપ

ઘટનાની વાત કરવામાં આવે તો, જામા મસ્જિદમાં થયેલા વિવાદ અંગે વૃદ્ધ વ્યક્તિે આરોપ લગાવ્યો છે કે, તે જ્યારે મસ્જિદમાં નમાઝ પઢવા ગયો ત્યારે શિયા સમુદાયના લોકો હાજર હતા અને તેમના હાથમાં લાકડી હતી. જ્યારે તે અંદર નમાઝ માટે ગયાં ત્યારે શિયા સમુદાયના લોકો લાકડી લઈની પાછળ આવ્યા અને કહેવા લાગ્યા કે આને મારી નાખો. એટલું જ નહીં પરંતુ માર માર્યો હોવાનો પણ વદ્ધ મસ્લિમે આરોપ લગાવ્યો છે. જે લોકો બચાવવા માટે આગળ ગયા હતા તેમને પણ માર માર્યો હતો. વૃદ્ધ વ્યક્તિએ જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી છે કારણ કે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી નહોતી થઈ.

આ પણ વાંચો…ડ્રગ્સના એડિક્ટ સાહિલ અને મુસ્કાનના જેલમાં બેહાલઃ સૌરભની માતાએ મોદીને કરી અપીલ

થોડા દિવસો પહેલા બની હતી મારામારીની ઘટના

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ થોડા દિવસો પહેલા અહીં મારામારીની ઘટના બની હતી. જેમાં બન્ને પક્ષો વચ્ચે લાકડીઓ વડે મારામારી થઈ હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ દરમિયાન પોલીસે સાત લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે પણ શિયા સમુદાયાના કેટલાક લોકોના નામ સાથે ફરિયાદ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ પોલીસે થોડા દિવસ પહેલા થયેલી મારામારીની ઘટનામાં કાર્યવાહી પણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button