Jammu Kashmir ના પુંચમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આતંકીઓનો ટોપ કમાન્ડર સહિત ત્રણ ટ્રેપ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir) પુંચ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાના જવાનોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમાંથી એક આતંકીઓનો ટોપ કમાન્ડર પણ ટ્રેપ થયો છે. આ અંગે સુરક્ષા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ગોપનીય માહિતીના આધારે પોલીસ અને સેનાએ શનિવારે સાંજે મેંધર સબ-ડિવિઝનના ગુરસાઈ ટોપ પાસે સ્થિત પથંતીર વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાના સમાચાર છે.
તેમણે જણાવ્યું કે જ્યારે સંયુક્ત ટીમ આતંકવાદીઓને શોધી રહી હતી ત્યારે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. અધિકારીએ કહ્યું કે બંને બાજુથી ગોળીબાર ચાલુ છે, વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
આતંકીનો ટોપ કમાન્ડર ટ્રેપ
સૂત્રોનું કહેવું છે કે આતંકીઓમાં એક તેમનો ટોપ કમાન્ડર છે. જે પણ ફસાઈ ગયો છે. જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ પછી આ અથડામણ થઇ. શુક્રવારે રાત્રે આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેના અને પોલીસને નેશનલ હાઈવેથી થોડે દૂર એક ગામમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી.
Also Read –