
નવી દિલ્હી: બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. લોકસભામાં જેડીયું સાંસદ રામપ્રિત મંડલ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ન જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ આ વાતનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે બિહાર નિર્ધારિત નિયમોનું પાલન કરતું નથી, તેથી તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં.
જનતા દળ યુનાઈટેડ (JDU)ના નેતા દ્વારા છેલ્લા ઘણા સમયથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત કરી રહ્યા હતા. જો કે કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે નીતિશ કુમારની પાર્ટીને સ્પષ્ટ જવાબ મળી ચૂક્યો છે. આ બાબતે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં બિહારને વિશેષ રાજ્યના દરજ્જા પર હાલ પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે. લોકસભામાં જેડીયું સાંસદ રામપ્રિત મંડલ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ન જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ આ વાતનો જવાબ આપતા ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં.
જેડીયું સાંસદ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપતા કહ્યું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. વિશેષ રાજ્યના દરજ્જા માટે અમુક ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે છે. બિહાર નિર્ધારિત નિયમોનું પાલન કરતું નથી, તેથી તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠી ચૂકી છે, જો કે બિહારમાં આ માંગ ફરી એકવાર ઉઠી છે.
રવિવારે દિલ્હીમાં મળેલી સર્વપક્ષીય દળની બેઠકમાં પણ આ મુદો ઉઠ્યો હતો. જેમાં જેડીયુંનાં સાંસદ સંજય ઝાએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપીને વિશેષ પેકેજ આપવાની માંગ કરી હતી. બિહારના વિશેષ રાજ્યના દરજ્જાની માંગ નીતિશ કુમાર પણ કરતાં આવ્યા છે, જો કે આ બાબતે આરજેડી વડા લાલુપ્રસાદ યાદવે મુખ્ય પ્રધાન પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નીતિશ કુમારે રાજીનામું આપી દેવું જોઈએ, અમે બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો લઈને રહીશું.
Also Read –