નેશનલ

શું તમારે ટેક્સમાંથી રાહત જોઈએ છે? માર્ચ મહિનો પૂરો થાય તે પહેલા કરી લો કામ…

આ મહિનો નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે. જો તમારે પોતાની આવકમાંથી કેટલાક હિસ્સાની બચત કરવી હોય તો આ મહિનામાં તેનું આયોજન કરી લેવું પડે! 1લી એપ્રિલથી નવા ટેક્સ વર્ષની શરૂઆત થવાની છે. માર્ચ મહિમામાં લોકો દરેક કામ પડતા મૂકીને નાણાકીય પ્લાનિંગ કરતા હોય છે. જો તમારે પણ ટેક્સની બચત કરવી છે તો તેના માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે ટેક્સની બચત કરી શકો છો…

Also read : શેરબજારમાં અફડાતફડી બાદ IPO Marketની પણ ચમક ઝાંખી પડી, આ મહિને હજુ સુધી એક પણ આઇપીઓ લોન્ચ નહિ

જો તમે બચત કરવા માંગો છે તો ટેક્સ ભરતા પહેલા જ તમારે રોકાણ કરવું અનિવાર્ય છે. રોકાણ કર્યાં પછી તમારૂ કામ પૂર્ણ નથી થઈ જતું. કારણ કે, તે રોકાણના જરૂરી દસ્તાવેજો આવક વિભાગને આપવાના રહે છે. જેથી તમે વાસ્તવમાં રોકાણ કર્યું છે તેની ખાતરી થાય.

31 માર્ચ સુધીમાં કેટલી યોજનામાં રોકાણ કરો અને જ્યારે આઈટીઆર ભરો છો ત્યારે તેમાં જૂનો ટેક્સ પરત લેવાના વિકલ્પ પર ક્લિક કરી દેવાનું જેથી તમને જૂના ટેક્સના રૂપિયા પરત મળી શકે. ખાસ તો એ વાતનું ધ્યાન રાખવાનું કે, આના માટે તમારે સરકારી યોજનામાં જ રોકાણ કરવું પડશે. જો કોઈ ખાનગી યોજનાઓમાં રોકાણ કરશો તો ટેક્સના રૂપિયા પરત નહીં મળે.

હવે તમને પ્રશ્ન એ થાય કે કઈ સરકારી યોજના છે જેમાં રોકાણ કરવાનું? આમાં સૌથી વધારે પ્રખ્યાત કોઈ યોજના હોય તો તેમાં NSC, SSY (સુકન્યા સમૃદ્ધિ યોજના), PPF અને NPS સામેલ છે. તો ચાલો જાણીએ કે આ યોજનાઓમાં રોકાણ કરવાથી કેટલો ફાયદો થાય છે અને કેટલો ટેક્સ બચાવી શકાય છે.

NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ

પેન્શનની વાત આવે એટલે દરેકને સરકારી યોજના યાદ આવવાની જ છે. તો પછી આ યોજનામાં રોકાણ કરવામાં ખોટ કેવી? ઇન્કમ ટૅક્સ એક્ટ સેક્શન 87c અંતર્ગત આમાં રોકાણ કરવું ટેક્સ ફ્રી છે. આમાં વાર્ષિક 1.5 લાખ સુધી રોકાણ કરવું ટેક્સ ફ્રી છે. 80CCD (1B) અંતર્ગત તમે વધારે 50,000 નું રોકાણ પણ ટેક્સ ફ્રીમાં કરી શકો છે. જેથી તમે નેશનલ પેન્શન સિસ્ટમમાં વાર્ષિક 2 લાખનું રોકાણ કરો છો તો પણ તમારે કોઈ પણ પ્રકારના ટેક્સની ભરપાઈ નહીં કરવી પડે. આ યોજનામાં કોઈ પણ ભારતીય નાગરિક કે જેની ઉંમર 18 વર્ષથી લઈને 65 વર્ષની છે તે રોકાણ કરી શકે છે. તમે માત્ર 1000 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકો છે.

PPF યોજનામાં રોકાણ કરવું

PPF એટલે પલ્બિક પ્રોવિડેન્ડ ફંડએ લાંબાગાળાનું રોકાણ કરવા માટે ખુબ જ સારો વિકલ્પ છે. જે ભારતની સૌથી સારી ટેક્સ બચત યોજના છે. આમાં લાખો લોકોએ રોકાણ કર્યું હોવાના આંકડા પણ સરકાર દ્વારા આપવામાં આવેલા છે. આ યોજનામાં એટલે કે PPF માં રોકાણ કરવાથી તમને 7.1 ટકાના દરનું વ્યાજ પણ મળે છે. આવકવેરાના નિયમ પ્રમાણે આ યોજનામાં તમે વર્ષિક 1.5 લાખનું રોકાણ ટેક્સ ફ્રી છે. સૌથી મોટો ફાયદો તો એ પણ છે કે, આમાં તમારા રૂપિયા ક્યાંય જશે નહીં એટલે કે ખોટ ખાવાના વારો નહીં આવે કારણ કે સરકાર તેની બાહેધરી આપે છે.

SSY સુકન્યા સમૃદ્ધિ યોજના

ભારત સરકાર દ્વારા દીકરીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં રોકાણ કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે તમારી 10 વર્ષથી નાની દીકરીના નામે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવીને તેમાં રોકાણ કરી શકો છો. આમાં પણ તમે વાર્ષિક 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છે તે એકદમ ટેક્સ ફ્રી છે. આ યોજનામાં મળતા વ્યાજ દરની વાત કરવામાં આવે તો તે 8.2 ટકા છે. તમારી દીકરીને ભવિષ્યમાં ભણવા માટે કોઈ અન્ય કોઈ કામ માટે પૈસાની જરૂર પડે તો આ રૂપિયા ખુબ જ કામમાં આવી શકે છે. કારણ કે, એક સમય પછી આ યોજનામાં રોકાણ કરેલા રૂપિયાની ખુબ જ મોટી રકમ તમને મળી શકે છે.

Also read : એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે RBIની કાર્યવાહી, રૂ. 10,000નો દંડ ફટકારાશે?

ELSS યોજનામાં રોકાણ કરવું પણ ફાયદાકારક

ELSS એક પ્રકારનો ઇક્વિટી ફંડ છે, જેમાં રોકાણ કરવાથી તમે ટેક્સમાંથી મુક્તિ મેળવી શકો છો. આમાં રોકાણ કરવાથી તમને ઇન્કમ ટેક્સના એક્ટ પ્રમાણે વાર્ષિક 1.5 લાખનું રોકાણ ટેક્સ ફ્રી છે. આ સાથે સાથે Senior citizen saving Scheme માં રોકાણ કરીને પણ તમે ટેક્સમાંથી રાહત મેળવી શકો છો. આ યોજના ખુબ જ લોકપ્રિય પણ છે. આ યોજનામાં રોકાણ કરવા માટે તમારે બેંકમાં કે પોસ્ટમાં ખાતું ખોલાવાનું હોય છે. આ યોજનામાં પણ તમે વાર્ષિક 1.5 લાખના રોકાણ પર ટેક્સમાંથી રાહત મેળવી શકો છો. ખાસ વાત તો એ છે કે, આ યોજનામાં પણ તમને સરકાર 8.2 ટકાનો વ્યાજદર આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button