CJI ચંદ્રચુડની વકીલો અને બાર સોસિયેશનોને સલાહ, ‘તમારી વફાદારી માત્ર બંધારણ પ્રત્યે હોવી જોઈએ’
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે લોકસભા ચૂંટણી પહેલા વકીલો અને બાર એસોશિયેશનોને મહત્વનો મંત્ર આપ્યો છે. ચંદ્રચુડે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે વકીલો અને ન્યાયાધીશોની વફાદારી માત્ર બંધારણ પ્રત્યે હોવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ન્યાયાધીશોએ કોઈપણ પક્ષના હિતોની ચિંતા ન કરવી જોઈએ.
CJI ચંદ્રચુડે સ્વતંત્ર બાર અને એસોસિએશનના મહત્વ પર ભાર મુક્યો હતો, અને વકીલોને પણ વિનંતી કરી કે તેઓ કોર્ટના ચુકાદાઓ પર તેમની પ્રતિક્રિયામાં પોતાને સામાન્ય લોકોથી અલગ કરે. ડીવાય ચંદ્રચુડે આ વાત નાગપુરના હાઇકોર્ટ બાર એસોસિએશનના શતાબ્દી વર્ષની ઉજવણીમાં કહી હતી.
હાઈકોર્ટ બાર એસોશિયેશન નાગપુરના શતાબ્દી સમારોહમાં બોલતા ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે આપણા જેવું જીવંત અને સંવાદ કરનારા લોકતંત્રમાં, વધુમાં લોકોનો કોઈને કોઈ રાજનિતીક વિચાર અને ઝુકાવ હોય છે. અરસ્તૂએ કહ્યું હતું કે મનુષ્ય સામાજીક પ્રાણી છે, વકીલ કોઈ અપવાદ નથી, ચીફ જસ્ટીસે વધુમાં કહ્યું કે વકીલો માટે સૌથી વધુ વફાદારી કોઈ પાર્ટીના હિતો માટે નહીં પરંતું કોર્ટ અને બંધારણ માટે હોવી જોઈએ.
ચંદ્રચૂડે તે બાબતનો પુનરોચ્ચાર કર્યો કે ન્યાયપાલિકાએ પોતાની સ્વતંત્રતા અને નિસ્પક્ષતાને ટકાવી રાખવા, કાર્યપાલિકા, સંસદ અને રાજનિતીક સ્વાર્થોથી સત્તાના પૃથક્કરણને સુનિચ્ચિત કરવા માટે સતત કામ કર્યું છે, મુખ્ય ન્યાયાધીશે તે બાબત પર ભાર આપતા કહ્યું કે તે ન ભૂલવું જોઈએ કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને બારની સ્વતંત્રતા વચ્ચે ગાઢ સંબંધ છે. તેમણે તે બાબતને પણ રેખાંકિત કરી કે એક સ્વતંત્ર કાનૂન અને બંધારણિય શાસનની સુરક્ષા કરવા માટે એક નૈતિક રક્ષકના સ્વરૂપમાં કાર્ય કરે છે.
દેશના મુખ્ય ન્યાયાધિશ (CJI)એ કહ્યું કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચના ચુકાદા, કડક કાર્યવાહી, ગહન કાનૂની વિષ્લેષણ અને બંધારણિય સિધ્ધાંતોના પાલનના કારણે હોય છે. તેમણે કહ્યું કે એક વખત ચુકાદો સંભળાવ્યા બાદ તે જાહેર પ્રોપર્ટી બની જાય છે, એક સંસ્થા સ્વરૂપે, અમારા એટલે કે સુપ્રીમ કોર્ટના જજોના ખભા ખૂબ જ મજબુત છે. અમે પત્રકારોના લેખો, રાજનિતીક નિવેદનો કે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશંસા અને ટિકા બંનેનો સ્વિકાર કરવા માટે તૈયાર છિએ.
તેમના ભાષણના અંતમાં સીજેઆઈએ કહ્યું કે બાર એસોસિએશનના સભ્યો પેન્ડિંગ હોય તેવા કેસો અને ચુકાદાઓ પર ટિપ્પણી કરવાના વલણથી હું ખૂબ જ પરેશાન છું. તમે કોર્ટના પ્રથમ અને અગ્રણી અધિકારીઓ છો અને અમારા કાયદાકીય પ્રવચનની સત્યતા અને ગૌરવ તમારા હાથમાં છે.