ટોપ ન્યૂઝનેશનલ

મહિલા જજનું ઈચ્છામૃત્યુની માંગણીના વાઇરલ પત્ર પર CJIએ અલ્હાબાદ HC પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હી: CJI DY ચંદ્રચુડે ઉત્તર પ્રદેશની મહિલા ન્યાયાધીશના ઈચ્છામૃત્યુના વાઇરલ થયેલા પત્ર પર સુપ્રીમ કોર્ટના મહાસચિવને અલાહાબાદ હાઈ કોર્ટ પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ મંગાવવાનો આદેશ આપ્યો હતો.

સેક્રેટરી જનરલે અલાહાબાદ હાઈ કોર્ટના રજીસ્ટ્રાર જનરલને પત્ર લખીને મહિલા જજ દ્વારા આપવામાં આવેલી તમામ ફરિયાદોની માહિતી માંગી હતી. તેમજ તેમણે આંતરિક ફરિયાદ સમિતિને એ પણ જણાવવાનો આદેશ કર્યો હતો કે મહિલા જજની ફરિયાદ બાદ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આ પત્ર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ ઘટનામાં તપાસ કરવાના જાતેજ આદેશ આપ્યા હતા.


વાઇરલ થઈ રહેલા પત્રમાં યુપીના બાંદા જિલ્લામાં પોસ્ટ કરાયેલી એક મહિલા ન્યાયાધીશે દાવો કર્યો છે કે તેમની પોસ્ટિંગ દરમિયાન જિલ્લા ન્યાયાધીશ અને તેમના નજીકના સંબંધીઓ દ્વારા તેણીનું માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.


તેમજ ડિસ્ટ્રિક્ટ જજે તેમને રાત્રે મળવા માટે દબાણ કર્યું હતું. મહિલા ન્યાયાધીશે પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેણે આ મામલાની ફરિયાદ અલાહાબાદ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય સંબંધિત અધિકારીઓને કરી હતી પરંતુ કોઈએ ના તો કોઈ એક્શન લીધી કે ના તો તેને પૂછ્યું કે ઘટના શું છે? આથી તે ઘણી નિરાશ થઈ હતી. તેને થયું કે જો મારી સાથે આવું થાય છે તો સામાન્ય સ્ત્રીઓની વાત કોણ ધ્યાન પર લેતું હશે. આ ઉપરાંત તેમને પોતાના પત્રમાં ઈચ્છામૃત્યુની માંગ કરી હતી.

મહિલા ન્યાયાધીશે તેના પત્રમાં લખ્યું છે કે તે ખૂબ જ ઉત્સાહ સાથે ન્યાયાધીશની પરીક્ષા પાસ કરીને ન્યાયિક સેવામાં પ્રવેશી હતી તેમ છતાં તેમને કોર્ટ જેવી જાહેર જગ્યાએ પણ આવા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.


મહિલા ન્યાયાધીશે એમ પણ લખ્યું છે કે દરેક મહિલાએ જાતીય સતામણી થશે એમ માની ને જ જીવવું જોઈએ. તેમજ પોતે જજ હોવા છતાં તે પોતાનો જ ન્યાય નથી કરી શકતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button