દિલ્હીના પ્રાણી પ્રેમીઓ માટે આશાનું કિરણ! શ્વાનોને હટાવવા મામલે CJIએ કહી આ વાત | મુંબઈ સમાચાર

દિલ્હીના પ્રાણી પ્રેમીઓ માટે આશાનું કિરણ! શ્વાનોને હટાવવા મામલે CJIએ કહી આ વાત

નવી દિલ્હી: ગત સોમવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ આપ્યા હતાં કે દિલ્હી-એનસીઆરમાં તમામ રખડતા શ્વાનોને પકડીને શેલ્ટર્સમાં રાખવામાં (Relocation of Dogs from Delhi) આવે, કોર્ટે આ માટે આઠ અઠવાડિયાની ડેડલાઇન આપી છે. કોર્ટના આ ચુકાદા સામે પ્રાણી પ્રેમીઓ રોષ ઠાલવી રહ્યા છે, સોશિયલ મીડિયા પર કોર્ટના આદેશની ટીકા કરવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ લોકોએ વિરોધ પ્રદર્શનો કરીને કોર્ટેને ફરી વિચાર કરવા વિનંતી કરી હતી. હવે પ્રાણી પ્રેમીઓને રાહત મળે એવા સંકેતો ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ આપ્યા છે.

રખડતા શ્વાનો અંગેની એક અલગ અરજી ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈની બેન્ચ સમક્ષ રજુ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી દરમિયાન સોમવારે અન્ય એક બેન્ચે આપેલા ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેના સંદર્ભમાં બીઆર ગવઈએ કહ્યું કે, “હું મામલે તપાસ કરીશ.”

એનિમલ બર્થ કંટ્રોલ (ડોગ્સ) નિયમો અનુસાર દિલ્હીમાં શ્વાનોની નસબંધી અને રસીકરણ માટે દિશાનિર્દેશો માંગતી પીઆઈએલ મામલે દિલ્હી હાઈકોર્ટે આપેલા ચુકાદાને પડકારતી અરજી કોન્ફરન્સ ફોર હ્યુમન રાઇટ્સ (ઇન્ડિયા) નામની સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં છે.

સંસ્થાના વકીલે અરજી રજુ કરી, ત્યારે CJI બીઆર ગવઈએ કહ્યું કે બીજી બેન્ચ રખડતા શ્વાનો અંગે પહેલેથી જ આદેશ આપી ચુકી છે. આ આદેશ સોમવારે જસ્ટિસ જેબી પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે આપ્યો હતો.

સંસ્થાના વકીલે મે 2024 માં જસ્ટિસ જેકે મહેશ્વરીની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશનો ઉલ્લેખ કર્યો. ન્યાયાધીશ મહેશ્વરીએ આદેશમાં જણાવ્યું કહ્યું હતું, કોઈપણ સંજોગોમાં શ્વાનોની હત્યા થઈ શકે નહીં અને અધિકારીઓએ પ્રવર્તમાન કાયદા મુજબ પગલાં લેવા પડશે. બધા જીવો પ્રત્યે કરુણા દર્શાવવી એ બંધારણીય મૂલ્ય છે, તેનું પાલન કરવું એ તમામ અધિકારીઓની જવાબદારી છે.

વકીલની દલીલ બાદ CJI બી આર ગવઈએ જવાબ આપ્યો, “હું તેની તપાસ કરીશ.” સુપ્રીમ કોર્ટે સોમાવારે આપેલા નિર્દેશનો વિરોધ કરતા કરી રહેલા દેલ્હીના પ્રાણી પ્રેમીઓને આશાનું કિરણ દેખાયું છે.

સોમવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાંથી તમામ કૂતરાઓને હટાવવા આદેશ આપ્યો હતો. ઘણા લોકો આ આદેશને આવકારી રહ્યા છે, જ્યારે અન્ય લોકોએ આ ચુકાદાને અતાર્કિક ગણાવી રહ્યા છે.

આપણ વાંચો:  આધાર કાર્ડ ભારતની નાગરિકતાનો પુરાવો નથી તો ક્યા ડોક્યુમેન્ટના આધારે નાગરિકતા મળે ?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button