કરોડોના ખર્ચે દેશવાસીઓને બચાવ્યા: ભારતે આ રીતે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી કરી ભારતીયોની વતન વાપસી | મુંબઈ સમાચાર

કરોડોના ખર્ચે દેશવાસીઓને બચાવ્યા: ભારતે આ રીતે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી કરી ભારતીયોની વતન વાપસી

નવી દિલ્હી: છેલ્લા બેક વર્ષોમાં વિશ્વના અનેક દેશોમાં સશસ્ત્ર સંઘર્ષ કે યુદ્ધની પરિસ્થિતી સર્જાય હતી. આ દરમિયાન સંઘર્ષગ્રસ્ત દેશોની અંદર વસતા ભારતીયોના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ઓપરેશન ચલાવીને તેઓને હેમખેમ વતન પરત લાવવામાં આવ્યા હતા.

.સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 9779 નાગરિકોને સંઘર્ષગ્રસ્ત દેશમાથી વતન પરત લાવવામાં આવ્યા હતા.

આપણ વાંચો: ‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે

લોકસભા સાંસદ બૈની બેહનન દ્વારા છેલ્લા બે વર્ષમાં સશસ્ત્ર સંઘર્ષગ્રસ્ત દેશમા ફસાયેલા ભારતીય નાગરિકોની સંખ્યા કેટલી છે? અને તેમની વાપસી માટે શરૂ કરવામાં આવેલા ઓપરેશનની સ્થિતિ, સરકારે કરેલો ખર્ચ તેમજ આ માટે સરકારે વિદેશી સરકારો, એરલાઇન કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે કરવામાં આવેલી સમજૂતી સંદર્ભે સરકારને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેનો જવાબ વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિવર્ધન સિંહે આપ્યો હતો.

વિદેશ રાજ્ય પ્રધાને જણાવ્યુ હતું કે છેલ્લાં બે વર્ષ દરમિયાન, ભારત સરકારે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી 9779 ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ વતન વાપસી અભિયાનો દરમિયાન, સરકારે ફસાયેલા ભારતીય નાગરિકો માટે નિઃશુલ્ક વિશેષ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરીને સુરક્ષિત આશ્રય, ભોજન અને આંતરરાષ્ટ્રીય પરિવહન સહિતની સહાય પૂરી પાડી હતી.

આપણ વાંચો: યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી, ઓપરેશ સિંધુ યથાવત્

સરકારે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩માં સુદાનમાં ઓપરેશન કાવેરી ચલાવીને ૪૦૯૭ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં, જેમાં ૧૩૬ નાગરિકોનો સમાવેશ થાય છે.

આ માટે સરકારે ૪૫.૬૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩માં ઇઝરાયલમાથી ૧૩૪૩ નાગરીકોને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા હતા, જેના ૧૬.૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૨૪માં હૈતીમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકારે ઓપરેશન ઈન્દ્રાવતી શરૂ કર્યું હતું અને ૪૮.૩૪ લાખના ખર્ચે 17 નાગરીકોને બહાર કાઢવામાં આવ્યા હતાં.

સીરિયામાં ફસાયેલા ૭૭ નાગરીકોને બહાર કાઢવામાં આવ્યા હતાં અને તે માટે સરકારે ૩૯.૯૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

તે સિવાય વર્ષ 2025માં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું હતું અને તે અંતર્ગત ઈરાનમાંથી ૩૫૯૭ અને ઇઝરાયલમાંથી ૮૧૮ નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. અને તે માટે અત્યારસુધીમાં ૨૭.૬૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button