Kangana Ranautને લાફો મારનાર CISF Guardને મળશે 1 Lakhનું ઈનામ? જાણો શું છે આખો મામલો…
ચંદીગઢ: ચંદીગઢ એરપોર્ટ પર બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી સાંસદ બનેલી કંગના રનૌત (Bollywood Actress And Newly Elected MP Kangana Ranaut)ને લાફો મારી દેનાર CISFની મહિલા ગાર્ડ કુલવિંદર કૌર (CISF Female Gaurd Kulwinder Kaur)ને નોકરી બાદ હવે એક લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આવો જોઈએ કોણ છે આ ઉદ્યોગપતિ અને કેમ તેણે કુલવિંદર કૌરને આ ઓફર આપી છે તે-
કંગના રનૌતને લાફો મારવાની ઘટના બાદ સોશિયલ મીડિયા પર બે અલગ અલગ ગ્રુપ બની ગયા છે અને એમાંથી એક ગ્રુપ કંગના સાથે જે કંઈ બન્યું એના કારણે કુલવિંદર પર ગુસ્સે ભરાયા છે તો બીજું એક ગ્રુપ કુલવિંદરનું સમર્થન કરી રહ્યા છે. આ ઘટના બાદથી કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને તેની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : ‘Thappad’કાંડમાં CISF Guardનો U-Turn, હવે કહે છે કે માતા માટે તો…
બોલીવૂડના સિંગર વિશાલ દદલાની (Bollywood Singer Vishal Dadlani)એ કુલવિંદરને સપોર્ટ કરતાં તેને પોતાની ઓફિસમાં નોકરી આપવાની ઓફર આપી હતી. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ઉદ્યોગપતિએ કંગનાને થપ્પડ મારવા બદલ કુલવિંદર કૌરને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં પંજાબનો એક બિઝનેસમેન કુલવિંદરને 1 લાખ રૂપિયા આપવાની વાત કરી રહ્યો છે. આ બિઝનેસમેનનું નામ શિવરાજ સિંહ બેન્સ હોઈ તે ઝીરકપુર (મોહાલી)નો રહેવાસી છે અને તેણે જાહેરાત કરી છે કે ત કંગના રનૌતને લાફો મારનાર CISF કોન્સ્ટેબલને રૂ. 1 લાખ ઇનામ આપશે.