નેશનલવેપાર અને વાણિજ્ય

ક્રેડિટ ઈન્ફોર્મેશન અપડેટ નહીં કરનાર CICને ભરવો પડશે આટલો દંડ, RBIએ આપી માહિતી…

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરો સામે લાલ આંખ કરતાં જણાવામાં આવ્યું હતું કે કે તેમણે ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી તમામ ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન લાવવું ફરજિયાત છે. જો તેઓ આવું કરવામાં નિષ્ફળ જશે તો તેમને રોજના 100 રૂપિયાનો દંડ ચૂકવવાનો રહેશે.

BIએ ક્રેડિટ ઇન્સ્ટિટ્યૂશન્સ (CI)અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને (CIC) ક્રેડિટ ઇન્ફોર્મેશન અપડેટ અને કરેક્શન માટે વળતર ફ્રેમવર્ક રજુ કરવાના નિર્દેશ આપ્યા છે. RBI દ્વારા આગામી 6 મહિનામાં આ ફ્રેમવર્ક તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

CIએ 21 દિવસની અંદર CIC અપડેટ કરેલી ક્રેડિટ ઇન્ફોર્મેશન સબમિટ કરી હોય તો પણ 30 દિવસમાં ફરિયાદનું નિરાકરણ ન લાવવામાં આવે તો દરરોજના 100 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. CIC ઉધાર લેનારાઓ, કોર્પોરેટ અને નાના વ્યવસાયોની ક્રેડિટ માહિતી સાચવીને રાખે છે અને બેન્કો આ માહિતીને લોન આપતી વખતે કે પથી જરૂર પડે ત્યારે એક્સેસ કરી શકે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને CIC તરફથી લોન લેનારાઓની સ્થિતિ અપડેટ ન કરવામાં આવતી હોવાની ફરિયાદો વારંવાર મળી રહી હતી. આ ફરિયાદોને આધારે RBI દ્વારા વળતરનું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું જણાવવામાં આવ્યું છે.

ગ્રાહકોને હંમેશાથી એવી ફરિયાદ રહેતી હતી કે ડિફોલ્ટ સ્થિતિમાં સુધારો કર્યા પછી પણ, CIC દ્વારા આ માહિતી સમયસર અપડેટ કરવામાં આવતી નથી અને એને કારણે અનેક ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ કે લોન મળી નહોતી. આ ફરિયાદોનું નિરાકરણ લાવતાં RBIએ કહ્યું હતું કે CICએ વર્ષમાં એકવાર ક્રેડિટ સ્કોર સહિત ફ્રી ક્રેડિટ રિપોર્ટની ઍક્સેસ આપવી જોઈએ. આ ઉપરાંત, ક્રેડિટ સંબંધિત માહિતી ઈમેલ અને મેસેજ દ્વારા પણ આપવી જોઈએ, જેથી ક્રેડિટની માહિતી ઉપલબ્ધ થઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ જૂન મહિનામાં આરબીઆઈએ ધિરાણકર્તાઓ તરફથી ફરિયાદો મળ્યાના 30 દિવસની અંદર ખોટો, અધૂરો ડેટા આપવા અને ક્રેડિટ માહિતી અપડેટ ન કરવા બદલ ચાર CICને 1.01 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાં ટ્રાન્સયુનિયન સિબિલ લિમિટેડ પર રૂ.

26 લાખ, એક્સપિરિયન ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ઇક્વિફેક્સ ક્રેડિટ ઇન્ફર્મેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પર રૂ. 24.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બીજી બાજું, RBIએ CRIF હાઈ માર્ક ક્રેડિટ ઈન્ફોર્મેશન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પર 25.75 લાખ રૂપિયાનો દંડ પણ ફટાકાર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…