નેશનલ

NEET UG કાઉન્સેલિંગ 2024 માટે ચોઇસ ફિલિંગ આજથી શરૂ, આ રીતે કરી શકો છો ચોઇસ ફિલિંગ

મેડિકલ કાઉન્સેલિંગ કમિટી(MCC)એ આજે 16 ઓગસ્ટના રોજથી NEET UG કાઉન્સેલિંગ 2024 રાઉન્ડ 1 ચોઈસ-ફિલિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે ઉમેદવારો તેમની પસંદગીની મેડિકલ કોલેજો ચોઈસ ફીલિંગ અને લોક કરવા માગે છે તેઓ MCCની અધિકૃત વેબસાઇટ, mcc.nic.in પર જઈને કરી શકે છે. વિકલ્પો ભરવાની છેલ્લી તારીખ 20મી ઓગસ્ટ 2024 રાત્રે 11.55 વાગ્યા સુધી છે. સર્વર સમય મુજબ 20મી ઓગસ્ટ 2024ના રોજ 04:00 PM થી 20મી ઓગસ્ટ 2024 ના રોજ 11:55 PM સુધી ચોઈસ લોકિંગ ઉપલબ્ધ રહેશે.

સીટ એલોટમેન્ટ પ્રક્રિયા 21 ઓગસ્ટથી 22 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે. સીટ એલોટમેન્ટનું પરિણામ 23 ઓગસ્ટ 2024ના રોજ જાહેર કરવામાં આવશે. રિપોર્ટિંગ/જોઇનિંગ 24મી ઓગસ્ટથી 29મી ઓગસ્ટ 2024 સુધી કરવામાં આવશે અને સંસ્થાઓ દ્વારા જોડાયેલા ઉમેદવારોના ડેટા વેરિફિકેશન 30મી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ 2024 દરમિયાન કરવામાં આવશે.

NEET UG કાઉન્સેલિંગ રજીસ્ટ્રેશન 14 ઓગસ્ટ, 2024 ના રોજ શરૂ થયું. રાઉન્ડ 1 કાઉન્સેલિંગ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ, 2024 છે. પેમેન્ટ માટે સર્વર 20 ઓગસ્ટ, 2024 ના રોજ બપોરે 03:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આ રીતે કરી શકો છો ચોઈસ ફીલિંગ:

  1. સૌ પ્રથમ MCC mcc.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. પછી હોમ પેજ પર ઉપલબ્ધ MCC NEET UG કાઉન્સેલિંગ 2024 રાઉન્ડ 1 ચોઇસ ફિલિંગ લિંક પર ક્લિક કરો.
  3. આ પછી રજીસ્ટ્રેશન વિગતો ભરો અને સબમિટ પર ક્લિક કરો.
  4. આ થઈ ગયા પછી, વિકલ્પો ભરો.
  5. હવે સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.
  6. આગળની પ્રક્રિયા માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.
    પ્રથમ રાઉન્ડ માટે ટોચની સંસ્થાઓ:
  7. AIIMS દિલ્હી – 57 રેન્ક સુધીના ઉમેદવારો,
  8. મૌલાના આઝાદ મેડિકલ કોલેજ દિલ્હી – 85 રેન્ક સુધીના ઉમેદવારો
  9. વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરજંગ હોસ્પિટલ દિલ્હી – 107 રેન્ક સુધીના ઉમેદવારો
  10. અટલ વિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ અને આરએમએલ હોસ્પિટલ – 185 રેન્ક સુધીના ઉમેદવારો
  11. JIPMER પુડુચેરી- 277 રેન્ક સુધીના ઉમેદવારો
  12. યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિકલ કોલેજ નવી દિલ્હી – 304 રેન્ક સુધીના ઉમેદવારો
  13. લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ, નવી દિલ્હી (મહિલાઓ માટે) – 203 સુધીના ઉમેદવારો
  14. AIIMS ભુવનેશ્વર – 35મા ક્રમે સુધીના ઉમેદવારો
  15. AIIMS જોધપુર – 106 રેન્ક સુધીના ઉમેદવારો
  16. સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ચંદીગઢ – 544 રેન્ક સુધીના ઉમેદવારો
  17. AIIMS ભોપાલ – 133 રેન્ક સુધીના ઉમેદવારો
  18. સેઠ જીએસ મેડિકલ કોલેજ, મુંબઈ – 656 રેન્ક સુધીના ઉમેદવારો
  19. બી.જે મેડિકલ કોલેજ અમદાવાદ – 714 રેન્ક સુધીના ઉમેદવારો
  20. મદ્રાસ મેડિકલ કોલેજ, ચેન્નાઈ – 747 રેન્ક સુધીના ઉમેદવારો
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો…