બોલીવૂડ એક્ટ્રેસ અને નવનિર્વાચિત સાંસદ કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને ગઈકાલે ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા ગાર્ડ દ્વારા તમાચો મારવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ એ મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આ ઘટના પર હવે કંગનાના કો સ્ટાર અને બિહારના હાજીપુરથી ચૂંટાયેલા સાંસદ ચિરાગ પાસવાન (Chirag Paswan)એ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ચિરાગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
કંગના રનૌતના થપ્પડકાંડ પર ચિરાગ પાસવાને પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે તે એક મજબૂત મહિલા છે. મીડિયા સાથે વાત કરતાં ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે હું એને મળવા માટે ખૂબ જ ઉત્સુક છું. અમારી વચ્ચે સારા સંબંધો છો અને અમે બંનેએ એક ફિલ્મમાં સાથે કામ પણ કર્યું છે. મિલે ના મિલે હમ… ભલે એ ફિલ્મ ખાસ કંઈ ચાલી ના હોય, પણ અમે હવે સંસદમાં મળીશું. મને લાગે છે કે એ એક મજબૂત મહિલા છે અને તે પોતાની વાત ખૂબ જ સ્પષ્ટતા સાથે અને મજબૂત રીતે રજૂ કરે છે. હું એની વાત અને એના મુદ્દા સાંભળવા માટે ઉત્સુક છું.
આ પણ વાંચો : ‘Thappad’કાંડ બાદ આવ્યું Queen Kangana Ranautનું Reaction, Video Post કરીને વ્યકત કરી આ મુદ્દે ચિંતા…
ગઈકાલે દિલ્હી જવા રવાના થયેલી કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા ગાર્ડ કુલવિંદર કૌરે લાફો મારી દીધો હતો. કંગના રનૌતે કિસાન આંદોલન બાબતે આપેલા નિવેદનને પગલે તેને કંગના પર ગુસ્સો આવ્યો હતો અને તેણે આ પગલું ભર્યું હતું. આ ઘટના બાદ કંગનાએ સખત કાર્યવાહીની માગણી કરી હતી અને પરિણામ સ્વરુપે કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કંગના રનૌત (Kangana Ranaut) હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપનાં સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. જ્યારે ચિરાગ પાસવાન (Chirag Paswan) બિહારના હાજીપુર બેઠક પરથી એનડીએના ગઠબંધનના સાંસદ છે. કંગના રનૌત અને ચિરાગ પાસવાને એક સાથે સ્ક્રીન શેર કરી છે અને બંને જણ આજે ફરી એક વખત સંસદમાં મળ્યા હતા. ફિલ્મી પડદાની આ જોડી બોક્સ ઓફિસ પર ખાસ કંઈ સુપરહિટ નહોતી રહી પણ લોકસભાની ચૂંટણીમાં એકદમ સફળ સાબિત થઈ છે.