નેશનલ

ચિરાગ પાસવાને ફરીથી ઉઠાવી જાતિ ગણતરીની માગ

તાજેતરના સમયમાં જાતિની વસ્તી ગણતરી અંગે દેશનું રાજકારણ ખૂબ જ ગરમ છે. વિવિધ પક્ષોએ જાતિ આધારિત વસતી ગણતરીની માગણી ઉઠાવી છે. કેન્દ્ર સરકાર એનડીએના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ અને મોદી સરકારમાં કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાન પણ તેનું સમર્થન કરી રહ્યા છે.

તેમણે ફરી એકવાર દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ ઉઠાવી છે. ચિરાગે જાતિની વસ્તી ગણતરીનું ભારપૂર્વક સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આનાથી સમાજના તે વર્ગોની સાચી વસ્તી જાણવામાં મદદ મળશે જેમને વધુ વિકાસની જરૂર છે અને તેનો ડેટા સરકારી નીતિઓના વધુ સારા અમલીકરણમાં મદદ કરશે.

બિહારમાં એક કાર્યક્રમમાં બોલતા ચિરાગ પાસવાને કહ્યું હતું કે તેમની પાર્ટી સમાજના એક ચોક્કસ વર્ગ માટે પ્રતિબદ્ધ છે, જેનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. અમને એ વર્ગની ચિંતા છે. એ વર્ગને અન્યાય થઇ રહ્યો હોય તો તેનો અમારે અવાજ બનવું જ જોઇએ. કેન્દ્ર સરકાર દ્વારા જુદી જુદી જાતિ સમુદાયના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જાતિના આધારે ઘણી નીતિઓ બનાવવામાં આવે છે. આવા સમયે સરકાર પાસે સરકાર પાસે ઓછામાં ઓછા તે સમુદાયની વસ્તીનો ડેટા તો હોવો જ જોઈએ જેથી તે મુજબ ભંડોળની ફાળવણી પણ યોગ્ય રીતે કરી શકાય. આ માટે જ અમારું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે કે જાતિ આધારિત વસતી ગણતરી થવી જ જોઇએ.

આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે બિહારમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએની સરકાર જ બનશે. નોંધનીય છે કે બિહારમાં 2025ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બિહારમાં એનડીએના ઘટક પક્ષો જેડીયુ અને ચિરાગ પાસવાનનો લોક જનશક્તિ પાર્ટી છે. જેડીયુના નેતા નીતીશ કુમારનો ઉલ્લેખ કરતા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણી વર્તમાન મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ