
નવી દિલ્હીઃ કેન્દ્રિય પ્રધાન ચિરાગ પાસવાન (Cabinet Minister Chirag Paswan)ના હેન્ડસમ લૂક અને કૂલ લૂક પાછળ લાખો યુવતીઓ તેની પાછળ ગાંડી છે. હાલમાં જ એક કાર્યક્રમમાં જ્યારે ચિરાગ પાસવાનને લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો અને એના જવામાં આ હેન્ડસમ મિનિસ્ટરે જે રિએક્શન આપ્યું છે એ ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ શું રિએક્શન આપ્યું ચિરાગ પાસવાને-
ચિરાગ પાસવાનને એક કાર્યક્રમમાં જ્યારે ચિરાગ પાસવાનને લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તે હસી પડ્યો હતો અને આ સવાલનો જવાબ આપવાનું ટાળીને દેશના યુવાનો અને રોજગાર વિશે વાત કરી હતી. ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે આ સમય છે કે આ બધા સવાલોના જવાબ આપવાનો. આજે આપણે અહીં બજેટ વિશે વાત કરી રહ્યા છીએ. એવા કેટલાય યુવાન છે જે બેચલર છે, જેમના ભવિષ્યની ચિંતા સરકારે કરી છે. મને ખુશી છે કે સરકારે આપણા યુવાનો અને એમના રોજગાર માટે સ્કીમ્સ લોન્ચ કરી છે. મારા મગજમાં હંમેશા રાજકારણ ચાલતું હોય છે અને એના સિવાય મગજમાં કંઈ બીજું આવતું જ નથી.
આ પણ વાંચો : કંગના રનૌતનું સાંસદ પદ રદ થવું જોઈએ! હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટમાં અરજી
જ્યારે ચિરાગ પાસવાનને પૂછવામાં આવ્યું કે તમારી એક ફિલ્મ આવી હતી મિલે ના મિલે હમ… પણ સંસદમાં આવીને તમે મળ્યા મંડીની સાંસદ અને બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને. આ ફોટોની ખૂબ જ ચક્ચા થઈ રહી છે. કેવું લાગ્યું? આ સવાલ સાંભળીને ચિરાગ પાસવાન શરમાઈ ગયો હતો.
આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું. હા મારી મુલાકાત થઈ એમની સાથે. ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ મેં તેમને કહ્યું હતું કે હું તમને મળવા માટે ઉત્સુક છું. મૂવીઝ પછી મારી અને કંગનાની મુલાકાત થઈ નથી અને મારા માટે ત્રણ વર્ષ ખૂબ જ ચઢાવ-ઉતારથી ભરપૂર રહ્યા હતા. બહું લાંબા સમય બાદ હું અને કંગના મળ્યો અને મને ખૂબ જ સારું લાગ્યું હતું.