ચીને અમેરિકાને પછાડ્યું: બનાવી દુનિયાની સૌથી ખતરનાક અને વૈશ્વિક પહોંચવાળી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ

બીજિંગ: સંરક્ષણ ક્ષેત્રમાં ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને વિશ્વભરમાં પહોંચ ધરાવતી તેના પ્રકારની પ્રથમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર આ વૈશ્વિક ડિફેન્સ સિસ્ટમ જેને “ડિસ્ટ્રિબ્યુટેડ અર્લી વોર્નિંગ ડિટેક્શન બિગ ડેટા પ્લેટફોર્મ” કહેવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત અમેરિકાની ‘ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ જેવી જ છે. રિપોર્ટ મુજબ આ સિસ્ટમ હજુ પણ નિર્માણના પ્રારંભિક તબક્કામાં છે અને તે એક સાથે વિશ્વમાં ગમે ત્યાંથી ચીન પર છોડવામાં આવતી 1,000 મિસાઇલ પર નજર રાખી શકે છે.
વર્ષ 1983માં અમેરિકા અને સોવિયેત યુનિયન શીત યુદ્ધમાં હતા. મિસાઇલ લોન્ચર્સ તૈનાત કરવામાં આવ્યા હતા અને સબમરીન એકબીજા પર નજર રાખી રહી હતી. આ સમય દરમિયાન તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને સ્ટાર વોર્સ નામથી “સ્ટ્રેટેજિક ડિફેન્સ ઇનિશિયેટિવ” ની જાહેરાત કરી હતી.
23, માર્ચ, 1983ના અમેરિકાના લોકોને સંબોધતા રીગને કહ્યું હતું કે, “એક એવી સિસ્ટમની કલ્પના કરો જે આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલોને આપણા કિનારા સુધી પહોંચે તે પહેલાં જ અટકાવી શકે અને તેનો નાશ કરી શકે.
એક એવી સિસ્ટમની કલ્પના કરો જે આપણા શહેરો અને આપણા લોકોને પરમાણુ હુમલાથી બચાવી શકે.” આ ઐતિહાસિક ભાષણના આઠ વર્ષ પછી 1991માં સોવિયેત યુનિયનનું પતન થયું અને રીગનનું “સ્ટાર વોર્સ” વિઝન ક્યારેય સાકાર થયું નહીં.
આપણ વાંચો: પીએમ મોદી અને પુતિન વચ્ચે મુલાકાતની ફલશ્રુતિ, રશિયા S-400 એર ડિફેન્સ સિસ્ટમનો જથ્થો મોકલશે
હવે વર્ષો પછી વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રીગન દ્વારા અધુરુ મુકવામાં આવેલું કામ પુરુ કરવાનો નિર્ણય લીધો છે. મે, 2025માં ટ્રમ્પે અમેરિકા માટે “ગોલ્ડન ડોમ” મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
મીડિયા અહેવાલો અનુસાર, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો અંદાજે ખર્ચ 175 અબજ ડોલર થશે અને તેમાં ચાર લેયર્સ હશે. એક ઉપગ્રહ-આધારિત અને ત્રણ ભૂમિ-આધારિત. જેમાં અમેરિકા, અલાસ્કા અને હવાઈમાં 11 ટૂંકા અંતરની બેટરીઓ હશે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ મુજબ, ચીની વૈજ્ઞાનિકોએ પોતાની ડિફેન્સ સિસ્ટમનો પ્રોટોટાઇપ વિકસાવ્યો છે. આ સિસ્ટમ સંભવિત ખતરાઓ ઓળખવા અને તેનું વિશ્લેષણ કરવા માટે અવકાશ, સમુદ્ર, હવા અને જમીન પર વિવિધ સેન્સરનો ઉપયોગ કરે છે. તે વિશ્વવ્યાપી પહોંચ ધરાવતી પ્રથમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હોવાનું કહેવાય છે.