India-Pak tension: ભારતને મળ્યો જાપાનનો સાથ, તો ભારતના બે કટ્ટર દુશ્મનો આવ્યા એક સાથે

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશોના નેતા મિત્રો દેશોનો સાથ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ભારતના મિત્ર દેશ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે ભારતને સમર્થન જાહેર કર્યું હતું. જાપાને પણ આજે ભારતને ટેકો આપવા ખાતરી આપી છે.
દરમિયાન, પાકિસ્તાન ફરી તેના મિત્ર દેશ અને ભારતના દુશ્મન ચીનની મદદ માંગવા પહોંચ્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી આજે ચીનના રાજદૂત જિયાંગ ઝેડોંગેને મળ્યા હતાં. આ દરમિયાન ઝેડોંગે પાકિસ્તાનને સમર્થન આપવાની જાહેરાત કરી (China announce support to Pakistan) હતી. ઝેડોંગે કહ્યું કે ચીન દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પાકિસ્તાનને સમર્થન આપતું રહેશે.
પાકિસ્તાનની ચિંતા:
રેડિયો પાકિસ્તાના એક અહેવાલ મુજબ ઝેડોંગ રાષ્ટ્રપતિ ઝરદારીને મળ્યા અને ભારત-પાકિસ્તાન તણાવ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બેઠક દરમિયાન ઝરદારીએ પહેલગામ હુમલા પછી ભારત દ્વારા લેવામાં આવી રહેલ પગલાં અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવા પગલાં પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે જોખમી છે.
જાપાને ભારતને સમર્થન જાહેર કર્યું:
ભારત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને જાપાની સમકક્ષ જનરલ નાકાતાની વચ્ચે આજે દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઇ હતી. રાજનાથ સિંહ, જાપાનના જનરલ નાકાતાની ભારત અને જાપાન વચ્ચે મજબૂત દરિયાઈ સહયોગમાં નવા આયામો ઉમેરવા સંમત થયા. આ દરમિયાન તેમણે પહેલગામ હુમલા બાદ આતંકવાદ સામે ભારતના પગલાને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
રશિયાએ ભારતને સમર્થન આપ્યું:
આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. પુતિને આતંકવાદ સામેની ભારતની લડાઈને સંપૂર્ણ સમર્થન આપવા ખાતરી આપી હતી. આ સાથે, તેમણે પહેલગામ આતંકવાદી હુમલાના કાવતરાખોરોને સામે કડક કાર્યવાહી પર ભાર મુક્યો હતો.
આ પણ વાંચો અમિત શાહનું રાજીનામું માગવાનું હતું, પણ… : સંજય રાઉત
રશિયન દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પુતિને આતંકવાદી હુમલાને “બર્બર” ગણાવ્યો હતો અને બંને નેતાઓએ આતંકવાદ સામે લડાઈની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.