હિન્દી ચીની ફરી ભાઈ ભાઈ! ચીન ભારતને આ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવા તૈયાર | મુંબઈ સમાચાર
નેશનલ

હિન્દી ચીની ફરી ભાઈ ભાઈ! ચીન ભારતને આ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવા તૈયાર

નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના ઘણા દેશો પર ટેરીફ લાગુ કરતા વૈશ્વિક વેપાર સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ભારત અને ચીન પણ હવે વેપાર સંબંધો સુધારવા તરફ પ્રયાસો કરી રહ્યા છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિના અંતમાં ચીનમાં આયોજિત સંઘાઈ કોઓપરેશાન ઓર્ગેનાઈઝેશન(SCO) સમિટમાં હાજરી આપશે, એ પહેલા ભરતા અને ચીન વચ્ચે મહત્વની વેપાર સમજુતી કરવામાં આવી છે.

ચીન ભારતને ખાતરો, દુર્લભ ખનિજો અને ટનલ બોરિંગ મશીનો (TBM) નો પુરવઠો ફરી શરૂ કરશે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ભારતની મુલાકાતે છે, ગઈ કાલે સોમવારે તેમણે ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર સાથે બેઠક કરી હતી, આ દરમિયાન મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

બેઠક બાદ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જાણકારી આપી કે તેમનો દેશ ભારતને ખાતરો, દુર્લભ ખનિજો અને ટનલ બોરિંગ મશીનો (TBM) ની સપ્લાય ફરી શરુ કરશે. અહેવાલ મુજબ ગત મહિને તેમની ચીન મુલાકત દરમિયાન ભારતના વિદેશ પ્રધાન જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે યુરિયા, NPK અને DAP, દુર્લભ ખનિજો અને TBMની સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો હતો.

બંને દેશો આગળ વધવા તૈયાર:

અહેવાલ મુજબ જયશંકરે બેઠકની શરૂઆત કરતા કહ્યું કે બંને દેશો મુશ્કેલ સમયમાંથી પસાર થયા, પરંતુ બંને દેશો આગળ વધવા માંગે છે. આ માટે બંને પક્ષો તરફથી રચનાત્મક અભિગમની જરૂર છે. તેના માટે, બંને દેશોએ પરસ્પર આદર, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતની ભાવના વિકસાવવાની જરૂર છે અને કોઈપણ પ્રકારના મતભેદને કારણે સંઘર્ષ કે વિવાદ થવો જોઈએ નથી.

ટ્રમ્પના ટેરિફ યુદ્ધને કારણે એશિયાની બે મહાસત્તાઓ મતભેદ ભૂલીને નજીક આવી રહી છે. પાંચ વર્ષ પહેલ ગલવાન ક્ષેત્રમાં બંને દેશોની સેના વચ્ચે અથડામણ થયા બાદ બંને દેશોના સંબંધોને સામાન્ય બનાવવા માટે આ પગલા ભરવામાં આવી રહ્યા છે.

આજે અજિત ડોભાલ સહે બેઠક:

ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં જયશંકર અને વાંગ યી વચ્ચે સરહદ પર તણાવ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી, અહેવાલ મુજબ આજે પ્રતિનિધિઓની બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ દ્વારા સરહદનો મુદ્દો ઉઠાવવામાં આવશે.

ભારતને થશે ફાયદો

ચીનથી ફરી ખાતરનો પુરવઠો શરુ થતાં ભારતના ખેડૂતોને ફાયદો થઇ શકે છે. દુર્લભ ખનીજોને મળતા ભારતમાં મળતા સ્માર્ટર્ટફોન સહીત ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈસીસ અને અદ્યતન લશ્કરી સાધનો જેવા હાઈ-ટેક પ્રોડક્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. ટનલ બોરિંગ મશીનો (TBM)ને કારણે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બુસ્ટ મળશે.

આ પણ વાંચો…ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે ફ્લાઈટ સેવા, SCO સમિટમાં થઈ શકે જાહેરાત

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button