ભારત સાથેના સંઘર્ષમાં પાકિસ્તાનને સાથ આપવો ચીનને પડશે ભારે, યુએનના રિપોર્ટમાં થયો ખુલાસો…

બેઇજિંગઃ ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણા તબાહ કર્યા હતા. ભારતીય સેનાએ આતંકીઓની મદદ કરનારા પાકિસ્તાન પર કાર્યવાહી કરતાં તેના આર્મી કેમ્પ અને એરબેસને નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનની મદદ કરનારા ચીનને લઈ સંયુક્ત રાષ્ટ્રએ મોટો દાવો કર્યો છે, જેનાથી ચીનની બોલતી બંધ થઈ ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્રએ 2025 માટે ગ્લોબલ ઈકોનોમિક ગ્રોથનો આંકડો જાહેર કર્યો છે. જેમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે ચીનનો વિકાસ દર ઘટીને 4.6 ટકા થઈ જશે. પ્રથમ ત્રિમાસિકમાં થયેલા વધારા છતાં ટેરિફ વોરના કારણે 2025માં ચીનને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર ઝટકો લાગી શકે છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં ચાલુ વર્ષે બેકારી વધશે અને અમેરિકા ટેરિફ વધવાના કારણે એક્સપોર્ટ ક્ષેત્ર પર વધારે દબાણ પડશે.
રિપોર્ટ પ્રમાણે, બ્રાઝિલ, મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા જેવા ઉભરતા અર્થતંત્રમાં પણ ઘટાડો થશે. કોમોડિટીની કિંમતમાં ઘટાડો અને ઓછા રોકાણની સંભાવનાઓ પર અસર પડી રહી છે. ચીને ભારત સાથે સંઘર્ષમાં પાકિસ્તાનનો ખુલીને સાથ આપ્યો હતો. ચીને પાકિસ્તાનને તેના ઘાતક હથિયાર જે-10 ફાઈટર જેટ અને પીએલ-15 મિસાઈલો આપી હતી. જેની ચર્ચા હાલ વિશ્વમાં થઈ રહી છે. ભારતના મેડ ઈન ઈન્ડિયા હથિયારો સામે ચીનના હથિયાર દિવાળીના ફટાકડા સાબિત થયા હતા. ભારતની બ્રહ્મોસ મિસાઈલનો જવાબ પાકિસ્તાન, ચીન કે તુર્કીયે પૈકી કોઈ પાસે નહોતો.
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. પીએમ મોદીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે હવે આતંકવાદ મુદ્દે જ વાત થશે.
આપણ વાંચો : ભારત-પાક. તણાવને લઈ ચીને આલાપ્યો શાંતિનો રાગ, કરી આ અપીલ