નાપાકનો સાથ આપવા આવ્યું ચીન! કહ્યું – અમે સંપૂર્ણપણે પાકિસ્તાનની સાથે છીએ

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાન તેની નાપાક હરકતો છોડે તેમ નથી. પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ડ્રોન હુમલો કરીને ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન હવે ચીને એક નવું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ચીને કહ્યું છે કે, અમે સંપૂર્ણપણે પાકિસ્તાનની સાથે છીએ. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ શનિવારે કહ્યું કે તેમનો દેશ પાકિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતા જાળવી રાખવામાં તેની સાથે ઉભો રહેશે.
લુચ્ચા ચીને એક નવું અને ચોંકાવનારું નિવેદન આપ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયના એક નિવેદન પ્રમાણે ચીનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી. હવે ચીને સ્પષ્ટ કરી દીધું છે કે, તે પાકિસ્તાને સપોર્ટ કરી રહ્યું છે. જો કે, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણે ઇઝરાયલે ભારતે દરેક પ્રકારની મદદ કરવા માટે કહ્યું હતું.
પાકિસ્તાને દરેક વખતે આતંકવાદનો સપોર્ટ કર્યો છે
પાકિસ્તાને આજે યુદ્ધ વિરામનો ભંગ કરીને પોતાનું પ્રમાણ આપ્યું છે કે, તે ક્યારેય શાંતિ નથી ઇચ્છતું! પાકિસ્તાને દરેક વખતે આતંકવાદને સપોર્ટ કરતું આવ્યું છે. મોટા ભાગના આતંકવાદીઓ પાકિસ્તાનમાં જ પનાહ લઈ રહ્યાં છે. જેથી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યાં હતાં. હવે પાકિસ્તાને ભારત સામે ખુલ્લેઆમ જંગ કરવા હોય તેવી હરકત કરી છે. અને હવે ચીને પણ પાકિસ્તાનને સમર્થન આપવાના જાહેરાત કરી છે. જો કે, ચીને પાસેથી બીજી આશા પણ શું કરી શકાય? શેતાનનો સાથે હંમેશા શેતાન જ આપે!