ચીન બ્રહ્મપુત્ર નદી બનાવશે વિશ્વનો સૌથી મોટો ડેમ: ભારત શા માટે કરી રહ્યું છે વિરોધ? જાણો કારણ

નવી દિલ્હી: તિબેટમાંથી નીકળતી બ્રહ્મપુત્ર નદી ભારત અને બાંગ્લાદેશમાં થઈને વહે છે અને બંગાળની ખાડીમાં ભળે છે. ચીન બ્રહ્મપુત્ર નદી પર હવે વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે. જેની આજે ચીનના વડા પ્રધાને જાહેરાત કરી છે.
વીજળી ઉત્પાદનનો ઉદ્દેશ્ય
આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બ્રહ્મપુત્ર પરનો આ ડેમ પ્રોજેક્ટ ચીનની 14મી પંચવર્ષીય યોજના (2021-25) નો ભાગ છે. તે 2020 માં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CPC) દ્વારા મંજૂર કરાયેલા મુખ્ય નીતિ દસ્તાવેજનો ભાગ છે.બ્રહ્મપુત્ર નદી પર નિર્માણ પામનારો વિશ્વનો સૌથી મોટો ડેમ દર વર્ષે 300 અબજ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેથી તિબેટમાં વીજળીની જરૂરિયાતો પૂરી થશે. ચીન આ પ્રોજેક્ટ પાછળ લગભગ 167 અબજ ડોલર (14 લાખ કરોડ) રૂપિયાનું રોકાણ કરવાનું છે.
તિબેટમાં ડેમ બનાવવા પર ભારતનો વિરોધ
ચીન બ્રહ્મપુત્ર નદીના પાણીનો ઉપયોગ ભારત સામે હથિયાર તરીકે કરી શકે છે. એવું અનુમાન સૂત્રો લગાવી રહ્યા છે. કારણ કે ડેમ બનાવ્યા બાદ ચીનને બ્રહ્મપુત્ર નદી પર ડેમ બનાવવાની મંજૂરી મળી જશે. જેથી તે સરહદી વિસ્તારોમાં પૂર લાવવા માટે પાણી છોડવાની કપટી યુક્તિઓ અજમાવી શકે છે. તેનાથી અરુણાચલ પ્રદેશ અને આસામના નિચાણવાળા વિસ્તારમાં પૂર આવી શકે છે. સાથોસાથ તેની પર્યાવરણ પર પણ અસર પડશે. જેથી ભારત શરૂઆતથી તેનો વિરોધ કરી રહ્યું છે.
ભારત પર બ્રહ્મપુત્ર પર બનાવશે
ઉલ્લેખનીય છે કે, ચીન સિવાય ભારત પણ બ્રહ્મપુત્ર નદી પર ડેમનું નિર્માણ કરી રહ્યું છે. આ ડેમનું નિર્માણ અરુણાચલ પ્રદેશમાં થઈ રહ્યું છે. 2006માં ભારત અને ચીન દ્વારા સીમાપારની નદીઓ સંબંધિત વિવિધ મુદ્દોએની ચર્ચા કરવા માટે એક નિષ્ણાત સ્તરની પદ્ધતિની સ્થાપના કરવામાં આવી હતી. આ પદ્ધતિ હેઠળ ચીન ચોમાસા દરમિયાન ભારતને બ્રહ્મપુત્ર અને સતલજ નદીના પાણીના લેવલ સંબંધિત વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડે છે.