નેશનલ

બાળકોની આત્મહત્યાએ ચિંતામાં મૂકી સુપ્રીમ કોર્ટને પણઃ સરકાર પાસે માગ્યો જવાબ

નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ભારતમાં બાળકોમાં આત્મહત્યાના વધતા જતા પ્રમાણ મામલે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે ભારતમાં આત્મહત્યા રોકવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું કે બાળકો દ્વારા આત્મહત્યા એ ખૂબ જ ગંભીર સામાજિક મુદ્દો છે. આને રોકવા માટે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કોર્ટ દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે કોર્ટને જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

એડવોકેટ ગૌરવ બંસલે પીઆઈએલ દાખલ કરીને બાળકોમાં આત્મહત્યાના વધતા વલણને રોકવાની માંગ કરી છે. એડવોકેટ ગૌરવ બંસલે કહ્યું છે કે દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલા આરટીઆઈ જવાબો અનુસાર, 2014 થી 2018 ની વચ્ચે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 18 વર્ષથી ઓછી વયના 400 થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.

આ આંકડો દરેક રાજ્યમાં ચિંતાજનક છે. કિશોરોમાં વધતી જતી આત્મહત્યા સમાજ માટે ચોક્કસ વિચારવા જેવો મુદ્દો છે. સરકાર પગલાં લે તે જરૂરી પણ માતા-પિતા, પરિવાર અને શાળાઓ પણ આ મામલે સક્રિય બને, તે જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button