નેશનલ

ચોથા માળેથી પડીને બચી ગયો બાળક, વાયરલ વીડિયોને કારણે ટ્રોલ થઇ માતા તો આત્મહત્યા કરી લીધી

તમિલનાડુના કોઈમ્બતુરમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાના કારણે એક મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. એમ જણાવવામાં આવી રહ્યું છે કે આત્મહત્યાના ત્રણ અઠવાડિયા પહેલા તેનું આઠ મહિનાનું બાળક એ જ મહિલાના હાથે એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડી ગયું હતું. જો કે, બાળકને કોઈ રીતે બચાવી લેવામાં આવ્યું હતું, પરંતુ આ ઘટનાનો વીડિયો સામે આવતાં મહિલા સોશિયલ મીડિયા પર હુમલાની ઝપેટમાં આવી હતી. ટ્રોલ થયા બાદ મહિલા માનસિક રીતે એટલી હદે તૂટી ગઈ કે તેણે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગયા શનિવારે કોઈમ્બતુરમાં તેના માતા-પિતાના ઘરેથી એક મહિલા (ઉંમર 33 વર્ષ)નો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સમયે મહિલાના માતા-પિતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા. મહિલા અને તેનો પતિ ચેન્નાઈની એક આઈટી કંપનીમાં કામ કરતા હતા. મહિલા તેના પતિ અને બે બાળકો સાથે બે અઠવાડિયા પહેલા તેના માતા-પિતાને મળવા ચેન્નાઈથી કોઈમ્બતુર આવી હતી. શનિવારે તેના માતા-પિતા અને પતિ ઘરની બહાર ગયા હતા ત્યારે તેણે જીવનનો અંત આણી લીધો હતો. કોઈમ્બતુરના કરમાદાઈ પોલીસ સ્ટેશને આઈપીસીની કલમ 174 હેઠળ કેસ નોંધ્યો છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેટ્ટુપલયમ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.


28 એપ્રિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આઠ મહિનાનું બાળક પતરાના છાપરા પર લટકતું જોઈ શકાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે બાળક એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કનીમાં તેની માતાના હાથમાંથી છટકી ગયું હતું અને પતરાની છત પર લટકી ગયુ હતું. બાળક ચોથા માળેથી નીચે પટકાતા પતરાની છત પર ફસાઈ ગયું હતું. માતાએ બૂમાબૂમ કરી મૂકતા પડોશીઓએ કોઈક રીતે બાળકને બચાવી લીધું હતું.

મહિલાના પરિવારજનોએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે આ દુ:ખદ ઘટના બાદ મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આ સિવાય સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થવાને કારણે તે હતાશ થઈ ગઈ હતી. તેની બેદરકારીને કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :ગુજરાત ATSને મળી સફળતાઃ અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી પકડાયા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ત્રણ મિનિટના વીડિયોમાં ત્રણ લોકોને બાળકને બચાવતા દેખાડવામાં આવ્યા હતા. તેઓ પહેલા માળની છત પર ચડીને બાળકને બચાવતા જોવા મળે છે. બાળક નીચે પડી જાય તો સાવચેતી માટે જમીન પર ગાદલા પથરાવામાં આવ્યા હતા. જો કે, બાળકને એક યુવકે પકડી લીધું અને પછી તેની માતાને સોંપી દીધું હતું. આ ઘટના બાદ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ હતું, પરંતુ સોશિયલ મીડિયા પર લોકોએ આ સમગ્ર ઘટના માટે મહિલાને જવાબદાર ઠેરવી હતી અને તેની આકરી ટીકા કરી હતી. લોકોનો ટીકાસ્ત્રોનો મારો મહિલા સહન નહીં કરી શકી અને એણે જીવનનો અંત આણી દીધો હતો. હવે આ બાળક મા વિનાનું થઇ ગયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા