મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું થયું ઈમરજન્સી લેન્ડિંગ, કારણ જાણો
નવી દિલ્હીઃ કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડના પિથોરાગઢ નજીક આવેલા મુન્સિયારીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર મુન્સિયારીના રાલમ ખાતે લેન્ડ કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરનું હેલિકોપ્ટર મિલામ તરફ જઈ રહ્યું હતું. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે પણ હાજર હતા.
દરમિયાન એવી માહિતી મળી છે કે જ્યારે રાજીવ કુમાર હેલિકોપ્ટરમાં જઇ રહ્યા હતા ત્યારે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જોકે, રાહતની વાત એ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે તેમ જ પાયલટ સુરક્ષિત છે. હાલમાં ઉડાન માટે યોગ્ય હવામાન થાય તેની રાહ જોવામાં આવી રહી છે. ત્યાર બાદ રાજીવકુમાર અને વિજય કુમાર જોગદંડે તેમના નિર્ધારીત સ્થળે જવા રવાના થશે.
Also Read –