Chhattisgarh ગારિયાબંદમાં સુરક્ષા દળોને મળી સફળતા, સંયુક્ત ઓપરેશનમાં ત્રણ નક્સલી ઠાર
ગારિયાબંદ: છતીસગઠના(Chhattisgarh)ગારિયાબંદના કંદસર-સોરનામલ જંગલમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા છે જ્યારે આ સંખ્યા હજુ વધી શકે છે.
આ ઓપરેશન ગારિયાબંદ પોલીસ, ઓરિસ્સાની SOG અને CRPFની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. નક્સલવાદીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે. જેમાં સુરક્ષા દળોએ ઘણા નક્સલવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે.
સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
ગારિયાબંદ જિલ્લાની પાંચ ટીમો, ઓરિસ્સા SOG અને CRPFની પાંચ ટીમ આ ઓપરેશન ચલાવી રહ્યા છે. ગારિયાબંદ એસપી નિખિલ રાખેચા અને ઓરિસ્સા એસઓજી અને સીઆરપીએફ અધિકારીઓ આ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.
આપણ વાંચો: Viral Video: નક્સલીઓને ઠાર માર્યા બાદ જવાનોએ કર્યું સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર છવાયા…
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારની અથડામણમાં એક નક્સલીનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે 3 હથિયારો પણ મળી આવ્યા હતા અને પછી લગભગ 4 વાગ્યા સુધીમાં અન્ય બે નક્સલીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા હતા.
ગુપ્ત માહિતી મળી હતી
આ ઘટના ઈન્દગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલ વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે. મોડી રાત્રે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે આ જંગલમાં લગભગ 25 નક્સલવાદીઓ છૂપાયેલા છે. તેની બાદ આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરક્ષાદળોને જંગલને ઘેરી લીધું
સુરક્ષા દળોને 25 નક્સલવાદીઓ છુપાયા હોવાના ઇનપુટ ગઈકાલે સાંજે જ મળ્યા હતા. જેના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને મોડી રાત્રે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં લગભગ 350 પોલીસ દળો સામેલ છે. જેમણે કોબ્રા બટાલિયન અને CRPF બટાલિયન સહિત ચારે બાજુથી જંગલને ઘેરી લીધું છે.