નેશનલ

Chhattisgarh માં સુરક્ષા દળોને મળી સફળતા, સુકમામાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા

સુકમા : છત્તીસગઢમાં(Chhattisgarh)સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જેમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 10 નક્સલીઓ માર્યા ગયા છે. સુરક્ષાદળ અને નક્સલવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. જયારે સુરક્ષાદળોના ઘેરાવમાં ઘણા માઓવાદીઓ ફસાયા હોવાના અહેવાલ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કોન્ટાના ભેજી વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષાદળો  વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ નક્સલવાદીઓ ઓરિસ્સા થઈને છત્તીસગઢ પહોંચ્યા હતા. 3 ઓટોમેટિક હથિયારો સાથે, એન્કાઉન્ટર સ્થળ પરથી ઘણા વધુ હથિયારો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં નક્સલવાદીઓનો સામાન પણ મળી આવ્યો છે. બસ્તરના પોલીસ મહાનિરીક્ષક પી સુંદરરાજે જણાવ્યું કે સુકમા જિલ્લાના દક્ષિણ ભાગમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

10 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા

આ ઓપરેશન વિશે માહિતી આપતા સુરક્ષા દળોએ જણાવ્યું કે શુક્રવારે સવારે લગભગ 9 વાગ્યે સુકમાના ભંડારપાદર ગામના જંગલ વિસ્તારમાં દક્ષિણ બસ્તર ડીવીસીના માઓવાદીઓ સાથે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટર પછી સર્ચ ઓપરેશનમાં સીપીઆઈ કેડરના 10 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.

Also Read – જમ્મુમાં પ્રસાશને કાશ્મીરી પંડિતોની દુકાનો તોડી પડતા રાજકારણ ગરમાયું

નક્સલવાદીઓ વિરુદ્ધની કાર્યવાહી તેજ

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મુખ્યમંત્રી વિષ્ણુ દેવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જેની  બાદ સુરક્ષા દળોએ સમગ્ર છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધની કાર્યવાહી તેજ કરી દીધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button