નેશનલ

Chhattisgarh માં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 12 નક્સલીઓ ઠાર

દંતેવાડા : છત્તીસગઢમાં(Chhattisgarh)શરૂ કરાયેલા નકસલવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોના અભિયાનને સફળતા મળી રહી છે. જેમાં ઘણા સમયથી ચાલી રહેલા નકસલવાદી વિરુદ્ધ અભિયાનમાં આજે દંતેવાડા જિલ્લામાં બીજાપુર અને તેલંગાણાની સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અત્યાર સુધી 12 નક્સલવાદીઓ ઠાર મરાયા છે. તેમજ હાલ હજુ પણ અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે.

સુરક્ષા દળો અને નક્સલવાદીઓ આમને સામને ગોળીબાર

આ અથડામણની મળતી માહિતી મુજબ, સુરક્ષાદળો હાલમાં બીજાપુર અને તેલંગાણાની સરહદ પર નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન ચલાવી રહ્યા છે. બીજાપુરના મરુધબાકા અને પૂજારી કાંકેર વિસ્તારમાં સવારથી શરૂ થયેલા ઓપરેશનમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ આમને સામને ગોળીબાર કરી રહ્યા છે. આ વિસ્તારને નકસલવાદીઓનો ગઢ માનવામાં આવે છે. તેમજ તેમની માહિતી મેળવવા માટે સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમો ઓપરેશન ચલાવી રહી છે.

જવાનો પ્રેશર આઇઇડીના સંપર્કમાં આવી ગયા હતા

જ્યારે ગુરુવારે બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા પ્રેશર આઇઇડી વિસ્ફોટમાં સીઆરપીએફના કોબ્રા યુનિટના બે કમાન્ડો ઘાયલ થયા હતા.આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે બની હતી. આ ઓપરેશનમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ખાસ એકમ “કોબરા” ના સૈનિકો સામેલ હતા. પ્રાથમિક માહિતી મુજબ જવાનો પ્રેશર આઇઇડીના સંપર્કમાં આવી ગયા હતા. જેની બાદ બ્લાસ્ટ થયો હતો અને જવાનો ઘાયલ થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button