ટોપ ન્યૂઝનેશનલ

છત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત, 12 ઘાયલ

રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 13 લોકોના મોત થયા છે અન્ય 12 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત નાના ટ્રક અને ટ્રેલર વચ્ચે થયો હતો . આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ અકસ્માત રાયપુર-બાલોદાબજાર રોડ પર સારાગાંવ પાસે થયો હતો. આ લોકો ચોથિયા છટ્ટી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.

રાયપુર-બાલોદાબજાર રોડ નજીક અકસ્માત

આ દુર્ઘટના અંગે વિગતવાર માહિતી આપતા રાયપુરના એસપી લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે ચટૌડ ગામના કેટલાક લોકો છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે બાના બનારસી ગયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાયપુર-બાલોદાબજાર રોડ નજીક અકસ્માત થયો. આ અકસ્માતમાં કુલ 13 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ બધાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં પણ અકસ્માત

આ ઉપરાંત આ પૂર્વે છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં કાર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં એક પતિ-પત્નીનું મોત થયું હતું. તેમનો બે મહિનાનો પુત્ર પણ તેમની સાથે હતો. જેનું પણ આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. જ્યારે કાર ચલાવનાર ડ્રાઇવરને ઇજા થઈ હતી. આ અકસ્માત સુરગુજા જિલ્લાના સીતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિસુનપુર ગામ પાસે થયો હતો.

આ પણ વાંચો…..કચ્છમાં અલગ અલગ અકસ્માતમાં ત્રણનાં મોતઃ એકમાં 23 વર્ષના યુવકનો શિકાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button