Anti Naxal Operation: છત્તીસગઢમાં સુરક્ષાકર્મીઓએ એક નક્સલવાદીને ઠાર કર્યો, એક પોલીસકર્મી શહીદ

રાયપુર: છત્તીસગઢ પોલીસે(Chattisgarh) આજે રવિવારે નક્સલવાદી(Naxalite)ઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, એક એન્કાઉન્ટર દરમિયાન પોલીસે એક નક્સલવાદીને ઠાર કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ આ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો છે. એક ઈનપુટના આધારે પોલીસે આ વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી.
છત્તીસગઢ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમે કાંકેર જિલ્લાના છોટાબેથિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત હિદુર ગામ પાસે નક્સલ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું, આ ઓપરેશનમાં ટીમે એક નક્સલવાદીને ઠાર કર્યો. પરંતુ ઓપરેશન પોલીસના બસ્તર ફાઈટર્સના કોન્સ્ટેબલ રમેશ કુરેઠી એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદી પાસેથી એક AK-47 રાઈફલ મળી આવી છે.
અધિકારીએ કહ્યું કે હિદુર જંગલમાં નક્સલવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા કાંકેર જિલ્લામાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાકર્મીઓએ ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા.