નેશનલ

છત્તીસગઢમાં મહિલાએ કરોડપતિ ઉદ્યોગપતિને બરબાદ કર્યો, મોંઘી કાર અને દાગીના ખંખેરી લીધા

રાયપુર: છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર છત્તીસગઢની એક ડીએસપી અને એક કરોડપતિ બિઝનેસમેનની લવસ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. આ લવ સ્ટોરી સસ્પેન્સ, થ્રિલર અને ફ્રોડથી ભરપૂર છે.

છત્તીસગઢ પોલીસની ડીએસપી કલ્પના વર્મા અને કરોડપતિ વેપારી દીપક ટંડનની લવસ્ટોરી અને લવ ટ્રેપની ચર્ચા થઈ રહી છે. તેઓના ફોટો, વોટ્સએપ ચેટ, વીડિયો અને ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર લીક થઈ રહ્યા છે, જેનાથી સૌનું ધ્યાન આ લવસ્ટોરી તરફ ખેંચાયું છે. સમગ્ર મામલો શું છે, આવો જાણીએ.

આપણ વાચો: ગુજરાતના નવસારીમાંથી રૂપિયા 7.36 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, દુબઈ કનેક્શન ખુલ્યું

તારી પત્નીને છૂટાછેડા આપી દે

છત્તીસગઢના દંતેવાડામાં ફરજ બજાવતી ડીએસપી કલ્પના વર્મા અને સ્થાનિક વેપારી દીપક ટંડન 2021માં એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. ધીમેધીમે તેમનો મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. આ પ્રેમ સંબંધને લઈને દીપક ટંડને કલ્પના વર્માને કથિત રીતે 2 કરોડ રૂપિયા અને કિંમતી સામાન ભેટ સ્વરૂપે આપ્યા હતા.

એક વખત વોટ્સએપ ચેટમાં કલ્પના વર્માએ દીપક ટંડનને કહ્યું હતું કે, “મને મળવા આવ… તારી પત્નીને છૂટાછેડા આપી દે. આપણે સાથે રહીશું…” દીપકની પત્ની બરખાને આ પ્રેમ સંબંધની આ ચેટ જોઈ ગઈ હતી. સાથોસાથ તેને પતિએ ડીએસપી સાથે કરેલી મોટી લેવડદેવડ વિશે પણ ખબર પડી ગઈ હતી.

આપણ વાચો: ભાવનગરથી ચાલતા સાયબર ફ્રોડમાં 719 કરોડ દુબઈ-ચીન મોકલાયા

DSP કલ્પનાએ મોંઘી ગિફ્ટ લીઘી

દીપકના લગ્નેત્તર સંબંધને લઈને એક તરફ તેના ઘરમાં ઝઘડા શરૂ થયા હતા. તો બીજી તરફ કલ્પનાએ દીપકથી દૂરી બનાવી લીધી હતી. જેથી વેપારી દીપક ટંડને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. દીપક ટંડને ડીએસપી કલ્પના વર્મા સાથે થયેલી વોટ્સએપ ચેટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી.

આ વોટ્સએપ ચેટે છત્તીસગઢમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. દીપક ટંડનનો આરોપ છે કે, પ્રેમ સંબંધ દરમિયાન ડીએસપીએ તેમની પાસેથી વિવિધ બહાના બનાવી મોટી માત્રામાં પૈસા અને મોંઘી ગિફ્ટ લીધી હતી.

દીપક ટંડનના જણાવ્યાનુસાર, કલ્પના વર્માએ મારી પાસેથી હપ્તે હપ્તે 2 કરોડ રૂપિયા લીધા છે. મેં તેને ડાઇમંડ રિંગ, સોનાની ચેન અને એક મોંઘી ગાડી પણ આપી છે. ડીએસપીએ મારી પાસેથી એક હોટલની રજિસ્ટ્રી પણ તેના ભાઈના નામે કરાવી લીધી છે.

મને બદનામ કરવાનું કાવતરૂં છે

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના ખમરડીહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા વેપારી દીપક ટંડનને પોલીસ સમક્ષ વોટ્સએપ ચેટના કેટલાય સ્ક્રીનશોટ અને આર્થિક લેવડદેવડના પુરાવા રજૂ કર્યા છે. પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નથી. જ્યારે ડીએસપી કલ્પના વર્માએ વેપારી દીપક ટંડનના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાને બદનામ કરવાનું કાવતરૂં ગણાવ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button