છત્તીસગઢમાં 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, ઉત્તર બસ્તરમાં આતંકનો અંત આવશે

દંડકારણ્ય : છત્તીસગઢમાં નક્સલ નાબૂદી અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જેમાં સુરક્ષાદળો સતત વધતી કાર્યવાહીના પગલે દંડકારણ્ય વિસ્તારમાં 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાં 110 મહિલાઓ અને 98 પુરુષોનો સમાવેશ થાય છે. તેઓ સરકારની પુનર્વસન યોજનાનો લાભ મેળવી શકશે. જેના પગલે હવે અબુઝમાડનો મોટાભાગનો ભાગ નક્સલી પ્રભાવથી મુક્ત થશે. તેમજ ઉત્તર બસ્તરમાં લાલ આતંકનો મોટાભાગે અંત આવશે.
153 શસ્ત્રો પણ સોંપવામાં આવ્યા
આ આત્મ સમર્પણ દરમિયાન કુલ 153 શસ્ત્રો પણ સોંપવામાં આવ્યા હતા. આ શસ્ત્રોમાં 19 એકે-47 રાઈફલ્સ, 17 એસએલઆર રાઈફલ્સ, 23 આઈએનએસએએસ રાઈફલ્સ, 1 આઈએનએસએએસ એલએમજી, 36. 303 રાઈફલ્સ, 4 કાર્બાઈન્સ, 11 બીજીએલ લોન્ચર્સ, 4112-બોર/સિંગલ-શોટ ગન અને 1 પિસ્તોલનો સમાવેશ થાય છે.
સુરક્ષા દળો હવે દક્ષિણ બસ્તર પર ધ્યાન કેન્દ્રિત કરશે
પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે, આત્મ સમર્પણ બાદ ઉત્તર બસ્તરમાં નક્સલી પ્રવુતિ સમાપ્ત થશે. તેમજ આ અભિયાન હજુ ચાલુ છે. તેમજ સુરક્ષા દળો હવે તેનું ધ્યાન દક્ષિણ બસ્તર પર કેન્દ્રિત હશે. જેના પગલે સમગ્ર
છત્તીસગઢમાંથી લાલ આતંકનો અંત આવશે.
સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ જણાવ્યું હતું કે , “આજનો દિવસ ફક્ત છત્તીસગઢ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આપણા બંધારણમાં વિશ્વાસ રાખનારા મોટી સંખ્યામાં નક્સલવાદીઓ વિકાસના પ્રવાહમાં જોડાવા જઈ રહ્યા છે. તેમનું સ્વાગત છે.
આપણ વાંચો: ભારતીયોને વર્ષ 2028 સુધી ગ્રીન કાર્ડ લોટરીમાંથી બાકાત રાખવામાં આવ્યા! આ કારણે લેવાયો નિર્ણય