Chattisgarh માં નક્સલીઓ દ્વારા આઈઇડી બ્લાસ્ટ કરાયો, બે જવાન ઘાયલ

છત્તીસગઢમાં(Chattisgarh) નક્સલ વિરોધી અભિયાનમા આઈઇડી વિસ્ફોટની વ્યક્ત કરાયેલી આશંકા વચ્ચે આજે બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષા દળોના વાહનોને નિશાન બનાવ્યા હતા. નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા આઈઇડી વિસ્ફોટમાં શોકવેવ્સને એસટીએફના બે જવાન ઘાયલ થયા છે. તેમને સારવાર માટે બીજાપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
જવાનોના વાહનને નિશાન બનાવ્યું
આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નક્સલી કાર્યવાહી બાદ સૈનિકોની ટીમ ભોપાલપટ્ટનમથી બીજાપુર પરત ફરી રહી હતી. આ દરમિયાન સાંજે 6 વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દંપાયા અને ગોરલા નાલા વચ્ચે, નક્સલીઓએ જવાનોના વાહનને નિશાન બનાવ્યું અને આઈઇડી વિસ્ફોટ કર્યો.
સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, દેશના નક્સલ પ્રભવિત રાજ્યોમાં નક્સલી વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે છત્તીસગઢઅને ઝારખંડમાં નક્સલ વિરોધી અભિયાનમા આઈઇડી વિસ્ફોટો અને શસ્ત્રોની જપ્તીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈઇડી રિકવરી અને વિસ્ફોટોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે સુરક્ષા દળોએ માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલ દૂર કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કામગીરી શરૂ કરી છે.