નેશનલ

છત્તીસગઢ અને ઝારખંડમાં નકસલી પ્રવૃત્તિઓ વધતા સુરક્ષા દળોને એલર્ટ કર્યાં

દેશના નક્સલ પ્રભવિત રાજ્યોમાં નક્સલી વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે છત્તીસગઢ(Chattisgarh)અને ઝારખંડમાં નક્સલ વિરોધી અભિયાનમા આઈઇડી વિસ્ફોટો અને શસ્ત્રોની જપ્તીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈઇડી રિકવરી અને વિસ્ફોટોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે સુરક્ષા દળોએ માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલ દૂર કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કામગીરી શરૂ કરી છે.

આ પણ વાંચો: છત્તીસગઢની ખાણમાં નક્સલીઓએ લગાવેલા આઇઇડી વિસ્ફોટથી મજૂરનું મોતઃ એક ઇજાગ્રસ્ત…

સૈનિકો પર હુમલા કરવા આઇઇડીનો ઉપયોગ

આ અંગે સુરક્ષા સંસ્થાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, સુરક્ષા દળો ખાસ કરીને છત્તીસગઢના બસ્તર ક્ષેત્રના દૂરના જિલ્લાઓમાં નવા કેમ્પ સ્થાપી રહ્યા છે. નક્સલવાદીઓ હવે સામ સામે અથડામણને ટાળી રહ્યા છે કારણ કે તેમની પાસે હથિયારો અને દારૂગોળોનો અભાવ છે. તેથી તેઓ સૈનિકોને મારવા અથવા ઘાયલ કરવા માટે આઇઇડી નો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.

સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા

અધિકારીએ જણાવ્યું હતું કે આઇઇડી સંબંધિત ઘટનાઓના વિશ્લેષણ દરમિયાન, તેમની સંખ્યામાં “નોંધપાત્ર” વધારો થયો છે અને તેથી આ અભિયાન સાથે જોડાયેલા સુરક્ષા દળોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. ઉનાળાના મહિનાઓમાં જંગલો સુકાઈ જાય છે અને વૃક્ષો કાપવામાં આવે છે. જેના કારણે સુરક્ષા દળોની ગતિવિધિઓ પર દૂરથી નજર રાખી શકાય છે. નક્સલવાદીઓ સુરક્ષા દળો સામે હુમલા કરવા માટે ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ ઓપરેશન્સ શરૂ કરે છે.

આ ઘટનાઓમાં 25 ટકાનો વધારો થયો

વિશ્લેષણ અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2020-2021 ની સરખામણીમાં 2022-24 દરમિયાન આ ઘટનાઓમાં 25 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત સૈનિકોની એક નાની પણ મજબૂત ટુકડી છે. જે નક્સલવાદીઓની સપ્લાય લાઇન કાપવાનું કામ કરે છે. આ ઉપરાંત, તે માત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝુંબેશ ચલાવતું નથી પરંતુ સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરે છે.

2024 માં છત્તીસગઢમાં 78 મોટા આઈઇડી વિસ્ફોટ થયા

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાંથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા પાંચ કિલોગ્રામ પ્રેશર કુકર આઈઇડી મળી આવ્યા બાદ નક્સલ વિરોધી ઓપરેશન ગ્રીડ ખાસ કરીને ચિંતિત છે.સત્તાવાર માહિતી અનુસાર, 2024 માં છત્તીસગઢમાં 78 મોટા આઈઇડી વિસ્ફોટ થયા હતા અને શસ્ત્રો મળી આવ્યા હતા. આ વિસ્ફોટોમાં આઠ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા.

સુરક્ષા દળો દ્વારા 70 થી વધુ એફઓબી સ્થાપિત

અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ચના મધ્ય સુધીમાં રાજ્યમાં આઈઇડી સંબંધિત ઘટનાઓની સંખ્યા 100 ને વટાવી ગઈ હતી.જે નક્સલવાદીઓ તરફથી વધતા ખતરાને પ્રતિબિંબિત કરે છે જ્યારે સુરક્ષા દળો માર્ચ 2026 ની સમયમર્યાદા વચ્ચે કાર્યવાહી કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં બંને રાજ્યોમાં સુરક્ષા દળો દ્વારા 70 થી વધુ એફઓબી સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના સીઆરપીએફ દ્વારા બનાવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button