ચારધામ યાત્રા: શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર, 2 મેથી જોલી ગ્રાન્ટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે

નવી દિલ્હી : ઉત્તરાખંડ ચારધામ યાત્રા(Chardham Yatra) માટે જતા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. જેમા હવે ચારધામ યાત્રા માટે જોલી ગ્રાન્ટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. જેના લીધે યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા વગેરે જેવા અન્ય રાજ્યોથી આવતા શ્રદ્ધાળુઓનો સમય બચશે. આ ઉપરાંત, ભક્તો સરળતાથી મંદિરોના દર્શન પણ કરી શકશે.
બે મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલશે

ચારધામ યાત્રા જોલી ગ્રાન્ટથી બે ધામો બદ્રીનાથ અને કેદારનાથ માટે વીસ જૂન સુધી હેલિકોપ્ટર બુકિંગ 70 ટકા સુધી થયું છે. જ્યારે મે મહિના સુધી કંપનીના એમઆઈ-17 ડબલ એન્જિન હેલિકોપ્ટર જોલી ગ્રાન્ટ હેલીપેડ પહોંચશે. જ્યારે અક્ષય તૃતીયાના દિવસે 30 એપ્રિલે ગંગોત્રી, યમુનોત્રી, બે મેના રોજ કેદારનાથ અને 4 મે ના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે.
આ પણ વાંચો: ચારધામ યાત્રા માટે 3 દિવસમાં 5 લાખ શ્રદ્ધાળુએ કરાવ્યું રજિસ્ટ્રેશન, જવા માગતા હો તો જાણી લો પ્રક્રિયા?
બુકિંગ ફક્ત 20 જૂન સુધી જ કરાશે

ચાર ધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખૂલવા સાથે થશે. જેમાં બે ધામની મુલાકાત બાદ શ્રદ્ધાળુઓ જોલી ગ્રાન્ટ હેલી પેડ પરત ફરશે. જેમાં એક દિવસમાં બે ધામના દર્શન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામા આવશે.જોકે,આ વર્ષે રોયલ્ટી વધારતા ભાડામા પણ વધારો કરવામાં આવ્યો છે.
જોલી ગ્રાન્ટથી બંને ધામો માટે બુકિંગ ફક્ત 20 જૂન સુધી જ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ, જ્યારે વરસાદની ઋતુ શરૂ થશે ત્યારે હેલીકોપ્ટર સેવા બંધ કરવામાં આવશે.
આ પણ વાંચો: ચારધામ યાત્રા પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ લેટેસ્ટ અપડેટ જાણી લેજો
પ્રતિ મુસાફર ભાડુ વધારવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા રોયલ્ટી અને લેન્ડિંગ ચાર્જમાં વધારા બાદ કંપનીએ 2 ધામ માટે પ્રતિ મુસાફર ભાડુ વધાર્યું છે. આ વખતે, MI 17 દ્વારા જોલી ગ્રાન્ટથી બે ધામની યાત્રા માટે પ્રતિ મુસાફર ભાડુ રૂ. 1,21,000 (એક જ દિવસમાં પરત) અને રૂ. 1,41,000 (રાત્રિ આરામ પછી પરત) હશે. ગત વર્ષે આ ભાડુ પ્રતિ મુસાફર રૂ. 1 લાખ 11 હજાર અને રૂ. 1 લાખ 31 હજાર રાખવામાં આવ્યું હતું.