રાજસ્થાનમાં મુસ્લિમ યુવતીઓને ગરબાના પંડાલમાં ન મળી એન્ટ્રી: સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી!
નેશનલ

રાજસ્થાનમાં મુસ્લિમ યુવતીઓને ગરબાના પંડાલમાં ન મળી એન્ટ્રી: સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી!

કોટા: નવરાત્રિનો ઉત્સવ ગુજરાતની સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ રાજસ્થાનના કોટામાં એક ગરબા કાર્યક્રમમાં બે મુસ્લિમ યુવતીઓને તેમના ધર્મના કારણે પ્રવેશ કરવા દેવામાં ન હોતા આવ્યા. એક વાયરલ વીડિયોમાં યુવતીઓએ આક્ષેપ કર્યો કે ટિકિટ ખરીદ્યા હોવા છતાં તેમને ગરબા પંડાલમાં પ્રવેશ ન આપવામાં આવ્યો.

અહેવાલો પ્રમાણે કોટાના છપ્પન ભોગ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરબા કાર્યક્રમમાં બે મુસ્લિમ યુવતીઓને તેમના ધર્મના કારણે પ્રવેશ ન આપવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. યુવતીઓએ જણાવ્યું કે તેમણે ટિકિટ ખરીદી હતી, પરંતુ આયોજકોએ ગેટ પર તેમને રોકી દીધા અને ધર્મનો હવાલો આપીને પ્રવેશ નકાર્યો.

એક યુવતીએ વીડિયોમાં કહ્યું, “ટિકિટ ખરીદતી વખતે કોઈએ નથી કહ્યું કે બિન-સનાતની લોકોને પ્રવેશ નહીં મળે. જો અમને ખબર હોત તો અમે ટિકિટ ન ખરીદી હોત.” આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં રોષ ફેલાવ્યો છે.

યુવતીઓએ જણાવ્યું કે આયોજકોએ તેમના ટિકિટના નાણાં પરત કર્યા, પરંતુ તેમનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યુ હતું. એક યુવતીએ કહ્યું, “જો મુસ્લિમ યુવતીઓને પ્રવેશ નથી, તો શા માટે અમને ટિકિટ વેચવામાં આવી?” તેમણે ઉમેર્યું કે ટિકિટ પરની સૂચનાઓમાં બિન-હિન્દુઓ માટે પ્રતિબંધનો કોઈ ઉલ્લેખ નહોતો.

યુવતીઓએ એમ પણ જણાવ્યું કે તેઓ એક મહિનાથી ગરબાની તૈયારી કરી રહી હતી અને અગાઉના વર્ષોમાં આવા કાર્યક્રમોમાં કોઈ વાંધા વિના ભાગ લીધો હતો. આ ઘટનાને તેમણે “2025માં સંકુચિત માનસિકતા” ગણાવી.

યુવતીઓએ વીડિયોમાં દાવો કર્યો કે તેમને બહાર કાઢવામાં આવ્યા અને કહેવામાં આવ્યું, “જો તમે મુસ્લિમ છો, તો અહીં રહી શકો નહીં. ફક્ત બિન-મુસ્લિમો જ ગરબામાં ભાગ લઈ શકે છે.” આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચર્ચા જગાવી છે, કારણ કે આવા કાર્યક્રમો સામાન્ય રીતે એકતા અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. યુવતીઓએ આક્ષેપ કર્યો કે આયોજકોએ નાણાં લેવામાં કોઈ વાંધો ન રાખ્યો, પરંતુ પ્રવેશ નકારીને તેમનું અપમાન કર્યું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button