નેશનલ

Loksabha: ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા ઉભા થતા જ સંસદમાં “NEET…NEET…” ના નારા લાગ્યા

નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરુ થઇ ચુક્યું છે, ચૂંટાયેલા સાંસદો સપથ ગ્રહણ કરી રહ્યા છે. એવામાં દેશભરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં ગેરરીતિઓને મામલે રાજકારણ ગરમાયું છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આજે લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા ઉભા થયા ત્યારે વિપક્ષી સાંસદોએ ‘NEET….NEET’ના સૂત્રોચ્ચાર કર્યો હતો.

આજે લોકસભા ગૃહની કાર્યવાહીના કેટલાક વિડીયોમાં જોઈ શકાય છે કે ધર્મેન્દ્ર પ્રધાન શપથ ગ્રહણ કરવા પોડિયમ તરફ જઈ રહ્યા છે, ત્યારે વિપક્ષી નેતાઓ તરફથી “NEET” અને “Shame” ના નારાઓ લગાવવામાં આવ્યા હતા.

4 જૂનના રોજ જાહેર કરાયેલ NEET UG પરીક્ષાના પરિણામોમાં ચોંકાવનારી ગેરરીતિઓ સામે આવી હતી, દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેન્દ્રએ હવે આ મામલાની CBI તપાસના આદેશ આપ્યા છે. ત્યાર બાદ, ઘણી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અથવા મુલતવી રાખવામાં આવી છે.

આ પણ વાંચો: NEET UG ની તપાસ માટે ગોધરા આવશે CBI

વિપક્ષ સરકાર અને શિક્ષણ પ્રધાન પર સતત હુમલા કરી રહ્યું છે, વિપક્ષે દાવો કર્યો છે કે દેશમાં શિક્ષણ કટોકટી છે અને શિક્ષણ પ્રધાને રાજીનામું આપવું જોઈએ

શપથ લીધા બાદ X પરની એક પોસ્ટમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “18મી લોકસભાના સંસદસભ્ય તરીકે શપથ લેવા બદલ હું ગર્વ અનુભવું છું. લોકોની આકાંક્ષાઓને સાકાર કરવા અને સમાજની શ્રેષ્ઠ સેવા કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ.”.

એક તરફ લોકસભામાં સાંસદોએ શપથ લઇ રહ્યા છે તો બીજી તરફ જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI નવી સંસદ ભવનથી થોદે દૂર જંતર મંતર ખાતે NEET ગેરરીતી મામલે વિરોધ પ્રદર્શન કરી રહી છે. વિરોધીઓએ સંસદ તરફ કૂચ કરવાની પણ યોજના બનાવી હતી, કૂચ માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો