‘બેંકના પૈસા ખાઈને બેસી ગયો છે…’ માત્ર 2-3 હાજર રૂપિયા માટે…
SBI એ કસ્ટમરને આવો મેસેજ મોકલ્યો! જાણો શું છે મામલો...

મુંબઈ: ભારત સરકારની માલિકી હેઠળની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) તેની ધીમી અને ભૂલભરેલી કામગીરી બાબતે અવારનવાર ચર્ચામાં રહે છે. એવામાં ચંદીગઢના એક SBI કસ્ટમરે બેંક પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ મુજબ ક્રેડિટ કાર્ડની બાકીની રકમ માટે SBIના એજન્ટે કસ્ટમરને અભદ્ર ભાષામાં મેસેજ મોકલ્યો (SBI agent message to Customer) હતો.
Also read : Delhi માં ભાજપ સરકાર એક્શન મોડમાં, મહોલ્લા ક્લિનિકની તપાસ કરાશે, નામ બદલાશે
ચંદીગઢના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ક્રેડિટ કાર્ડ ધારક રતન ઢીલ્લોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર SBI એજન્ટ તરફથી મળેલા મેસેજનો સ્ક્રિનશોટ શેર કર્યો છે. કસ્ટમરે આ મેસેજને અસ્વીકાર્ય ગણાવ્યો અને બેંકને માફી માંગવા કહ્યું.
મેસેજમાં શું લખ્યું છે?
કસ્ટમર રતન ઢીલ્લોને મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે બેંકના પૈસા મફતના છે કે ખાઈને બેસી ગયો છે. બિલકુલ એક ડિફોલ્ટર જેવું વર્તન કરી રહ્યો છે. બેંકના પૈસા લાંબા સમય સુધી ફળતા નથી, એક કે બીજા દિવસે બધું જતું રહેશે અને તે પણ વ્યાજ સાથે. એવો દિવસ આવે તે પહેલાં, એક મહિના માટે મિનીમમ રકમ હમણાં જ ચૂકવી દે.
2 થી 3 હજાર રૂપિયા બાકી હતા:
SBI ના એજન્ટ દ્વારા આવી ભાષાનો ઉપયોગ કરાતા ઢીલ્લોને ચોકી ગયા અને X ના એક WhatsApp મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો. ઢીલ્લોને લખ્યું કે ફક્ત 2 થી 3 હજાર રૂપિયા બાકી હતા. તેમણે લખ્યું કે આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે અને બેંકે મારી માફી માંગવી જોઈએ. હું મારું SBI ખાતું બંધ કરી રહ્યો છું. જો બેંક આ વાતની નોંધ નહીં લે તો હું વપરાયેલી ભાષા બદલ ફરિયાદ નોંધાવીશ.
Also read : UPI યુઝર્સને મોટો આંચકો, આ સેવા માટે ચૂકવવો પડશે અલગથી ચાર્જ
SBIનો જવાબ:
આ પોસ્ટ વાયરલ થયા બાદ, SBI એ જાહેરમાં જવાબ આપ્યો. SBI એ લખ્યું, “થયેલી અસુવિધા બદલ અમને ખેદ છે. અમે આની નોંધ લીધી છે અને અમારા પ્રતિનિધિ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.”