Chandigarh Mayor Polls: સુપ્રીમ કોર્ટે 8 ગેરકાયદે મત માન્ય રાખ્યા, AAPના કુલદીપ કુમાર ચંડીગઢના મેયરની ચૂંટણીમાં જીત્યા
ચંડીગઢ: સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ દ્વારા બગડેલા 8 બેલેટ પેપરને માન્ય જાહેર કર્યા છે અને ચંદીગઢના મેયર પદ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, પ્રિસાઇડિંગ ઓફિસરે મત ગણતરી દરમિયાન નિયમો વિરુદ્ધ કામ કર્યું હતું. પ્રિસાઇડિંગ ઓફિસર નિષ્પક્ષ હોવા જોઈએ, પરંતુ તેણે જાણી જોઈને બેલેટ પેપર બગાડ્યા. તેણે કોર્ટમાં ખોટી રજૂઆતો પણ કરી હતી. તેનું વર્તન 2 કારણોસર ખોટું છે. પ્રથમ, તેણે ચૂંટણીને ખોટી રીતે પ્રભાવિત કરી. બીજું, તેણે કોર્ટમાં ખોટું બોલ્યું.
આમ આદમી પાર્ટીએ X પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પોસ્ટ કરતા લખ્યું કે સત્યમેવ જયતે.
બેન્ચે કહ્યું કે કોર્ટમાં ખોટું બોલવા બદલ પ્રિસાઇડિંગ ઓફિસર (અનિલ મસીહ)ને નોટિસ આપવામાં આવી રહી છે. તેણે 3 અઠવાડિયામાં જવાબ આપવો પડશે. તમામ રેકોર્ડ હાઇકોર્ટ રજીસ્ટ્રારને પરત મોકલવામાં આવી રહ્યા છે. તેને સુરક્ષિત રાખવા પડશે. સુપ્રીમ કોર્ટે 30 જાન્યુઆરીએ જાહેર કરાયેલા ચંડીગઢ મેયરની ચૂંટણીના પરિણામોને રદ કરી દીધા છે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે કુલદીપ કુમારને મળેલા 8 વોટને ખોટી રીતે અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. અનિલ મસીહ, જેઓ પ્રિસાઇડિંગ ઓફિસર હતા, તેમના વર્તન બદલ શો કોઝ નોટિસ જારી કરવામાં આવી હતી.