અંતે ચંપાઈ સોરેનને મળ્યો જીતનો સ્વાદ; INDI ગઠબંધનની શાનદાર જીત…
નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના (Jharkhand Assembly Elections) પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વમાં ગઠબંધન આગામી સમયમાં સરકાર બનાવશે. અહી JMM, કોંગ્રેસ, આરજેડી, ભારતીય સમાજવાદી પાર્ટી, મજૂર ગઠબંધનને બહુમતી મળી છે. ઝારખંડ મુક્તિ મોરચાને આદિવાસી કાર્ડ અને હેમંત સોરેનની ધરપકડથી મળેલી સહાનુભૂતિ ચૂંટણીમાં ફળી છે.
આ પણ વાંચો : યુપીમાં યોગીની ‘ફોર્મ્યુલા’ સફળ, ‘સપા’નો ગઢ ‘આ’ રીતે જીત્યાં…
2019 માં, સોરેને બે બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમણે બરહેટ અને દુમકા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને અનુક્રમે 25,740 અને 13,188 મતોના માર્જિનથી બંને બેઠકો જીતી હતી. બાદમાં, તેમણે દુમકા બેઠક ખાલી કરી હતી જ્યાંથી તેમના ભાઈ બસંત સોરેન પેટાચૂંટણીમાં ચૂંટાયા હતા. સોરેને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અમે ઝારખંડમાં લોકશાહીની કસોટીમાંથી પાસ થઈ ગયા છીએ, ચૂંટણી પરિણામો બાદ અમે અમારી વ્યૂહરચના નક્કી કરીશું.”
સોરેન જ ઝારખંડના મુખ્ય પ્રધાન
તેમણે કહ્યું, “હું આ શ્રેષ્ઠ પ્રદર્શન માટે રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કરું છું.” સોરેને એમ પણ કહ્યું કે ઝારખંડ ‘અબુઆ રાજ, અબુઆ સરકાર’ (પોતાનું રાજ્ય, પોતાની સરકાર) ની પટકથા લખવા માટે તૈયાર છે. દરમિયાન, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ ગુલામ અહેમદ મીરે કહ્યું, “સોરેન ઝારખંડના મુખ્ય પ્રધાન છે અને આગળ પણ બન્યા રહેશે.”
આ પણ વાંચો : કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો; કેન્દ્રીય મંત્રીના જ પુત્રને ચાખવો પડ્યો હારનો સ્વાદ…
ભાજપને મળી હાર
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ઝારખંડની ચૂંટણીમાં હેમંત સોરેનના નેતૃત્વમાં ‘INDIA’ ગઠબંધને ઘણું શાનદાર પ્રદર્શન કર્યું છે. INDIA ગઠબંધન માટે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ 34 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીતી છે, આરજેડીએ 4 બેઠકો અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) (લિબરેશન) – સીપીઆઈ (એમએલ) (એલ) એ 2 બેઠકો જીતી છે. આ રીતે, ઈન્ડિયા એલાયન્સે રાજ્યની 81 બેઠકોમાંથી 56 બેઠકો જીતી છે.