સદીઓ બાદ એક સાથે બની રહ્યા છે બે રાજયોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period
આવતીકાલે એટલે કે 16મી જુલાઈનો દિવસ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે માન-સન્માન અને પ્રતિષ્ઠાનો કારક એવો સૂર્ય આવતીકાલે કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને આ રાશિમાં પહેલાંથી ગ્રહોના સેનાપતિ શુક્ર અને ગ્રહના રાજકુમાર બુધ હાજર છે. જેને કારણે કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિ થઈ રહી છે, જેમાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે તો બીજી બાજું શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય યોગ પણ બની રહ્યો છે. આ બંને યોગની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે અને તેમનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં પ્રગતિ મળશે. તાલો સમય વેડફ્યા વિના જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મિથુન રાશિના જાતકો માટે બુધાદિત્ય અને શુક્રાદિત્ય યોગ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. આ સમયે તમે પૈસા બચાવવામાં સફળ થશો. વ્યક્તિત્વમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય અનુકૂળ છે. કરિયરમાં પ્રગતિ અને સફળતા મળી રહી છે. નોકરિયાત વર્ગના લોકોને પ્રમોશન વગેરે મળી શકે છે.
કુંભ રાશિના જાતકો માટે બની રહેલાં આ બંને યોગ અનુકૂળ સાબિત થઈ રહ્યા છે. આ સમયે તમારા બગડેલાં તકે અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. પરિવારના કોઈ સભ્યો પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નોકરી શોધી રહેલાં લોકોને પણ નોકરી મળી શકે છે. વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે.
શુક્રાદિત્ય અને બુધાદિત્ય રાજયોગ કન્યા રાશિના જાતકો માટે શુકનિયાળ સાબિત થશે. આ સમયગાળામાં ધનલાભ થઈ રહ્યો છે. આવકમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. આવકના નવા નવા સ્રોત ઊભા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. સમાજમાં માન-સન્માનમાં ફેરફાર જોવા મળશે. રોકાણથી લાભ થઈ રહ્યો છે.