ટોપ ન્યૂઝનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

શું તમે પણ આ હાનિકારક દવાઓનું સેવન કરો છો? કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે એક નોટીફિકેશન જાહેર કરીને ભારતીય બજારમાં વેચાતી 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં એન્ટિબાયોટિક્સ, પેઈન કિલર્સ અને મલ્ટીવિટામીન દવાઓનો સમાવેશ થાય છે. FDC એવી દવાઓ કહેવામાં આવે છે, જેમાં એકથી વધુ દવાઓનું મિશ્રણ કરીને ટેબ્લેટ બનાવવામાં આવે છે, આને સામાન્ય રીતે કોકટેલ મેડિસીન (Cocktail medicine) પણ કહેવામાં આવે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા નોટિફિકેશન બહાર પાડ્યું છે.

મંત્રાલયે નોટીફિકેશનમાં શું કહ્યું?
મંત્રાલયે જણાવ્યું હતું કે આ FDCનો ઉપયોગ લોકોના આરોગ્યને જોખમમાં મૂકે છે, આ દવાઓના સલામત વિકલ્પો ઉપલબ્ધ છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB)ને આ દવાઓ અંગેના દાવાઓ વાજબી જણાયા નથી. આ સાથે મંત્રાલયે કહ્યું જનહિતને ધ્યાનમાં રાખીને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940ની કલમ 26A હેઠળ આ FDCના ઉત્પાદન, વેચાણ અથવા વિતરણ પર પ્રતિબંધ મૂકવો જરૂરી બની ગયો છે.

આ કંપનીઓ કરે છે FDCનું ઉત્પાદન:
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉપયોગથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ ઊભું થઇ શકે છે. જો કે, જે દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એનું ઉત્પાદન કરતી કંપનીઓએ હજુ સુધી સરકારના નિર્ણયની અંગે નિવેદન આપ્યું નથી. સિપ્લા, ટોરેન્ટ, સન ફાર્મા, આઈપીસીએ લેબ્સ અને લ્યુપિન જેવી મોટી ફાર્મા કંપનીઓ આ દવાઓનું ઉત્પાદન કરે છે.

કઈ દવાઓ પર પ્રતિબંધ લાગ્યો:
સરકારના ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડે દવાઓનું પરીક્ષણ કર્યું હતું. તપાસ બાદ એ હકીકત જાણવા મળી કે મેડિકલ સાયન્સ અનુસાર આ 156 દવાઓનો કોઈ અર્થ નથી.

એક અહેવાલ મુજબ, આ યાદીમાં કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે જેને ઘણી કંપનીઓએ પહેલાથી જ બંધ કરી દીધી હતી. એન્ટિબાયોટિક એઝિથ્રોમાસીન એડાપેલિન સાથે મિશ્રિત થાય, સરકારે તેને પહેલેથી જ બંધ કરી દીધી છે. Aceclofenac 50mg + Paracetamol 125mg પહેલે થી જ પ્રતિબંધિત છે, કંપનીઓએ તેને બનાવવાનું પણ બંધ કરી દીધું છે.

ઓમેપ્રાઝોલ મેગ્નેશિયમ અને ડાયસાયક્લોમાઈન HCl કોમ્બિનેશન ધરાવતી મુખ્ય બ્રાન્ડ્સમાં મેનકાઇન્ડ ફાર્માની રાનિસ્પાસ અને ઝોઇક લાઇફસાયન્સિસની ઝેનસ્પાસનો સમાવેશ થાય છે. અન્ય FDCsમાં ursodeoxycholic acid અને metformin HCl ના સંયોજનનો સમાવેશ થાય છે, તેનો ઉપયોગ ડાયાબિટીસથી પીડિત લોકોમાં ફેટી લીવરની સારવાર માટે થાય છે. પોવિડોન આયોડિન, મેટ્રોનીડાઝોલ અને એલો સપ્લીમેન્ટ્સનો ઉપયોગ ત્વચાના ચેપને રોકવા અને સારવાર માટે થાય છે.

ursodeoxycholic acid અને metformin HCl FDCs ની મુખ્ય બ્રાન્ડ્સમાં Aris Lifesciences દ્વારા ઉત્પાદિત Heprexa M ગોળીઓનો સમાવેશ થાય છે. મેક્સુન બાયોટેકના મેકડીન એએમ ઓઈન્ટમેન્ટ અને મેડક્યોર ફાર્માના પોવિઓલ એમ ઓઈન્ટમેન્ટ એ પોવિડોન આયોડિન, મેટ્રોનીડાઝોલ અને એલોનાનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button