નેશનલ

માર્ચ મહિનામાં સરકારી તિજોરી છલકાઈ; GST કલેક્શનમાં આટલો ઉછાળો…

નવી દિલ્હી: આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ છે, આ સાથે જ ભારતીય અર્થતંત્ર માટે પોઝીટીવ ન્યુઝ મળ્યા છે. આજે મંગળવારે કેન્દ્ર સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવકના આંકડા જાહેર કર્યા છે. અહેવાલ મુજબ માર્ચ મહિનામાં ગ્રોસ GST કલેક્શન 9.9 ટકાનો વધારો નોંધાયો, માર્ચમાં GST હેઠળ સરકારને કુલ રૂ. 1.96 લાખ કરોડની અવાક થઇ.

માર્ચમાં ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શનમાંથી GST ની આવક 8.8 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડ થઈ છે, જ્યારે ઈમ્પોર્ટેડ માલ પરના GSTની આવક 13.56 ટકા વધીને રૂ. 46,919 કરોડ થઈ છે.

સરકારી આંકડા મુજબ સેન્ટ્રલ GST (CGST) કલેક્શન રૂ. 38,100 કરોડ, સ્ટેટ GST (SGST) રૂ. 49,900 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST (IGST) રૂ. 95,900 કરોડ રહ્યું છે.

અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ માર્ચ દરમિયાન કુલ રિફંડ 41 ટકા વધીને રૂ. 19,615 કરોડ થયું. માર્ચ 2025 માં રિફંડ બાદ પછી ગ્રોસ GST આવક રૂ. 1.76 લાખ કરોડથી વધુ રહી, જે એક વર્ષ પહેલા માર્ચ 2024ની તુલનામાં 7.3 ટકા વધુ છે.

GSTની આવકમાં સતત વધારો:
ફેબ્રુઆરીમાં GST કલેક્શનમાં 9.1 ટકાનો વધારો જોવા મળ્યો, કુલ GST અવાકનો આકડો 1,83,646 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. જાન્યુઆરીમાં GST કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આમાં 12.3% નો વધારો દર્શાવે છે. ડિસેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.77 લાખ કરોડ રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે 7.3% ની વૃદ્ધિ દર્શાવે છે.

બજેટમાં, સરકારે વર્ષ માટે GST આવકમાં 11% વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે, જેમાં સેન્ટ્રલ GST અને વળતર સેસ સહિતની વસૂલાત રૂ. 11.78 લાખ કરોડ રહેવાનો અંદાજ છે.

આપણ વાંચો : ગુજરાતમાં 2 વર્ષમાં કેટલી GST ચોરી પકડાઈ? સરકારે વિધાનસભામાં આપી માહિતી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button