વિકિપીડિયાની મુશ્કેલીઓ વધી, આ મામલે કેન્દ્ર સરકારે વિકિપીડિયાને નોટિસ પાઠવી

નવી દિલ્હી: ઓપન સોર્સ વેબ સાઈટ વિકિપીડિયા (Wikipedia) પર ખોટી માહિતી રજુ કરવાના આરોપ લગતા રહે છે. એવામાં કેન્દ્ર સરકારે (Central Government) વિકિપીડિયાને નોટિસ મોકલી છે, વેબ પેજ પર પક્ષપાતી અને ખોટી માહિતીની ઘણી ફરિયાદો બાદ સરકારે આ નોટીસ મોકલી છે. સરકારે પૂછ્યું છે કે વિકિપીડિયા પોતાને પ્રકાશકને બદલે મધ્યસ્થી પ્લેટફોર્મ તરીકે તેમ દર્શાવે છે?
માહિતી અને પ્રસારણ મંત્રાલયએ જણાવ્યું કે માત્ર કેટલાક સભ્યોનું ગ્રુપ વિકિપીડિયાના વેબ પેજ એડિટોરીયલ નિયંત્રણ ધરાવે છે.
નોંધનીય રીતે, વિકિપીડિયા પોતાને એક ફ્રી ઓનલાઈન એન્સાઈક્લોપીડિયા તરીકે ઓળખાવે છે, જ્યાં વોલન્ટરીયર્સ વિવિધ વિષયો પરના પેજને એડિટ કરી શકે છે.
કાયદાકીય કેસોમાં પૂરી પાડવામાં આવેલી વિવિધ અચોક્કસ અને બદનક્ષીભરી સામગ્રી માટે વિકિપીડિયા ભારતમાં ઘણા કેસોનો સામનો કરી રહી છે.
તાજેતરમાં વિકિપીડિયા પર ભારતની સૌથી મોટી ન્યુઝ એજન્સીના એશિયન ન્યૂઝ ઈન્ટરનેશનલ (ANI) પેજ પર કેન્ટન્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. ANIએ વિકિપીડિયા સામે કેસ દાખલ કર્યો છે, આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં કાયદાકીય લડાઈ ચાલી રહી છે.
Also Read – Supreme Court એ યુપી મદરેસા એક્ટ 2004 અંગે આપ્યો આ મોટો ચુકાદો
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ANI એ જણાવ્યું હતું કે વિકિપીડિયા પર ANIના પેજ પર “સરકાર માટે પ્રોપગંડા ફેલાવાનું સાધન” અને “ફેક ન્યુઝ ફેલાવનાર” લખવામાં આવ્યું હતું. ANIએ પેજને ડિલીટ કરવા માંગ કરી છે.