નેશનલ

Ola Electricને વધુ એક ફટકો! કેન્દ્ર સરકારે પાઠવી કારણ બતાવો નોટિસ

મુંબઈ: સ્ટેન્ડ અપ કમેડીયન કુણાલ કામરા (Kunal Kamra) સાથે સોશિયલ મીડિયા પર બબાલ કરવી ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric)ના સીઈઓ ભવીશ અગ્રવાલ (Bhavishi Agrawal)ને ભારે પડી રહ્યું છે. ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરની સર્વિસમાં લાંબા વિલંબ સામે કસ્ટમર રોષ ઠાલવી રહ્યા છે, ગઈ કાલે કંપનીના શેરમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો. એવામાં એક અહેવાલ મુજબ સરકારે ઓલાને નોટીસ પાઠવી છે.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ હજારો ફરિયાદોની નોંધ લીધી છે અને ઓલા ઈલેક્ટ્રીકને કારણ બતાવો નોટિસ ફટકારી છે. ઓલા ઈલેક્ટ્રીકની સર્વિસમાં ખામીઓ અંગે ગ્રાહકોની ફરિયાદોને દૂર કરવા કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું છે.

3જી ઓક્ટોબરના રોજ પાઠવવામાં આવેલી કારણબતાવો નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ઓલા ઇલેક્ટ્રીક ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 ની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાય છે. નોટીસમાં સર્વિસમાં ખામીઓ, ગેરમાર્ગે દોરતી જાહેરાતો, અયોગ્ય ટ્રેડ પ્રેક્ટીસ અને ગ્રાહક અધિકારોના ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીને નોટિસ મળ્યાના 15 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કન્ઝ્યુમર અફેર્સ વિભાગની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનને ગયા વર્ષે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 10,644 ફરિયાદો મળી છે, 1લી સપ્ટેમ્બર 2023 થી 30મી ઓગસ્ટ 2024 સુધી આ ફરિયાદો મળી છે.

તેમાંથી 3,389 ફરિયાદો ઈ-સ્કૂટર્સની સર્વિસમાં વિલંબને લગતી છે, અન્ય 1,899 ફરિયાદોમાં નવા વાહનોની ડિલિવરીમાં વિલંબનો ઉલ્લેખ છે, જ્યારે 1,459 ફરિયાદોમાં એવો ઉલ્લેખ છે કે જે સર્વિસ આપવાનું વચન આપવામાં આવ્યું હતું તે પૂરી પાડવામાં આવી ન હતી.

આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ ખામીઓ વાળા વાહનો, બુકિંગ કેન્સલેશન પર આંશિક અથવા કોઈ રિફંડ નહીં, સર્વિસ કરવા છતાં રહેતી ખામીઓ, ઓવરચાર્જિંગ, ભૂલ ભરેલા ઇન્વૉઇસ, બેટરી અને વાહનના પાર્ટ્સ સાથે સમસ્યાઓ જેવી ફરિયાદો મળી છે.

સૂત્રોએ જણાવ્યું કે ઓલા ઈલેક્ટ્રીકે ગ્રાહક સુરક્ષા કાયદાની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોઈ શકે છે,

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button