નેશનલ

કેન્દ્ર સરકારનો કડક નિર્ણય: સિગારેટ-ગુટકા પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાગુ, 1 ફેબ્રુઆરીથી તમાકુ ઉત્પાદનો થશે મોંઘા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદવાની જાહેરાત કરવામાં આવી છે. તમાકુના ઉત્પાદનો પર પહેલા જે એક્સાઈઝ ટ્યુટી લાગતી હતી, તેમાં હવે કેન્દ્ર સરકારે વધારો કરી દીધો છે.

જેના કારણે સિગારેટ-ગુટકાના ભાવમાં ધરખણ વધારો થવાનો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક ફેબ્રુઆરી, 2026થી ભારતભરમાં આનો અલગ શરૂ થઈ જવાનો છે. એક્સાઇઝ ડ્યુટી વધવાથી ખાસ કરીને સિગારેટ, તમાકુ અને તેના સંબંધિત તમામ ઉત્પાદનો મોંઘા થઈ જવાના છે.

આપણ વાચો: દારૂની બોટલ પરથી ટેક્સ દુર કરાય તો થાય આટલી સસ્તી, જાણો સરકાર કેટલો ટેક્સ વસુલે છે ?

સિગારેટ અને પાન મસાલા માટે આ નવા નિયમની જાહેરાત

આ નિર્ણય સામાન્ય વર્ગના લોકો માટે વધારે ફાયદાકારક છે. કારણ કે, સૌથી વધારે સિગારેટ-ગુટકા આ લોકો જ ખાતા હોય છે. હવે તેમાં ભાવ વધારો થતા બની શકે તે તેઓ તમાકુનું સેવન ઓછું કરી શકે છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા 31 ડિસેમ્બરની મોટી રાત્રે તમાકુ સિગારેટ અને પાન મસાલા માટે આ નવા નિયમની જાહેરાત કરી હતી.

જો કે, તેનો અમલ ફેબ્રુઆરી મહિનાથી શરૂ થવાનો છે. નવા નિયમો હેઠળ સરકારે સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટની કલમ 3A હેઠળ પેકિંગ મશીનોનો ઉપયોગ કરીને ઉત્પાદિત અને પાઉચમાં પેક કરાયેલા ચાવવાના તમાકુ, ઝરદા અને ગુટખાને સૂચિત કર્યા છે. એટલું જ નહીં પરંતુ આ વધારાની એક્સાઈઝ ડ્યુટી 40 ટકા જીએસટી ઉપરાંત છે. જેથી કેટલો ભાવ વધારો થશે તેનો અંદાજ લગાવી શકાય છે.

આપણ વાચો: કેન્દ્ર સરકારે અચાનક એક્સાઈઝ ડ્યૂટીમાં કર્યો વધારો, પેટ્રોલ-ડીઝલમાં વધારો થશે, જાણો સરકારની સ્પષ્ટતા…

નવા નિયમો પ્રમાણે 40% GST તો લાદવામાં આવશે

જાહેરાત પ્રમાણે વાત કરવામાં આવે તો, નવા નિયમો પ્રમાણે 40% GST તો લાદવામાં આવશે જ પરંતુ તેની સાથે સિગારેટની લંબાઈના આધારે, પ્રતિ 1,000 સ્ટીક પર ₹2,050થી ₹8,500ની વધારાની ડ્યુટી લાદવામાં આવશે. જેથી હવે સિગારેટના ભાવ બમણા થઈ જવાના છે. આ એક રીતે તમાકુનો વપરાશ ઓછો કરવાનો રસ્તો સાબિત થઈ શકે છે.

1 ફેબ્રુઆરી નવા નિયમોનો અમલ શરૂ

ટેક્સની વાત કરવામાં આવે તો સિગારેટ અને પાન મસાલા પર 40 ટકા જીએસટી, બીડી પર 18 ટકા જીએસટી લાગવાની છે. પાન મસાલા ઉત્પાદનનો પર નવો આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ લાદવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. ‘આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ’ અને ‘વધારાની એક્સાઇઝ ડ્યુટી’ આ બે બિલ ડિસેમ્બર 2025માં સંસદમાં પાસ થયા હતા, જેથી હવે 1 ફેબ્રુઆરી, 2026થી તેનો અમલ શરૂ થઈ જશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button