
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે કેન્સર ટ્રેનની ખબરો અંગે સૌથી મોટી સ્પષ્ટતા કરી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ભારતીય રેલવેએ આ પ્રકારની કોઈ ટ્રેન દોડાવી રહ્યું નથી. સરકાર કેન્સરની સારવાર માટે પણ મહત્ત્વનું કામ કરી રહી છે તેમ જ નાણાકીય સહાય પણ પૂરી પાડી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
ભારતીય રેલવે કેન્સર નામની કોઈ ટ્રેન ચલાવી રહ્યું નથી, એમ કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન પ્રતાપરાવ જાધવે એક સવાલના જવાબમાં ગૃહમાં જણાવ્યું હતું. પ્રતાપરાવ જાધવે કહ્યું હતું કે ભારતીય રેલવે અંતર્ગત દેશમાં કોઈ કેન્સર ટ્રેન નામની કોઈ ટ્રેન દોડાવવામાં આવતી નથી.
પ્રધાને સંસદમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશમાં કેન્સર સંબંધિત દવાઓના નિર્માણ કરવા માટે તૃતીય કેન્સર સંભાળ સુવિધાઓને મજબૂત બનાવવા માટે એક યોજના ચલાવી રહી છે. આ યોજના અન્વયે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટેટ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ (એસીઆઈ) અને તૃતીય કેન્સર સંભાળ કેન્દ્ર સ્થાપવા માટે નાણાકીય સહાય પણ આપવામાં આવે છે.
રાજ્ય કેન્સર સંસ્થાદીઠ મહત્તમ સહાય રુપિયા 120 કરોડ અને તૃતીય કેન્સર સંભાળ કેન્દ્રદીઠ 45 કરોડ પૂરી પાડે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 39 સંસ્થા મંજૂર કરવામાં આવી છે, જેમાં સરકારી મેડિકલ કોલેજ, અમૃતસર, પંજાબ ખાતે એસસીઆઈ અને સિવિલ હોસ્પિટલ, ફાઝિલ્કામાં ટીસીસીસીનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.